સલમાન ખાનના ઘરે ફાયરિંગ અને તેના પિતા સલીમ ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસએ નવો વળાંક આવ્યો છે. પોલીસને શંકા છે કે 2022માં સલીમ ખાનને મળેલો ધમકી પત્ર એ જ વ્યક્તિએ લખ્યો હોય શકે જેણે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી આ કેસમાં આરોપી વિકી ગુપ્તા, સાગર પાલ, મોહમ્મદ ચૌધરી અને હરપાલ હરદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓ પાસેથી તેમના હેન્ડરાઈટીંગના નમૂના લેવા માટે પરવાનગી માંગી છે. જેથી કરીને તે ધમકીભર્યા પત્રના હસ્તાક્ષરને નમૂનાઓ સાથે મેચ કરીને તેમની ઓળખ કરી શકાય.
પોલીસે સ્પેશિયલ મકોકા કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેણે આરોપીઓના હસ્તલેખનના નમૂનાઓ એકત્રિત કરવાની પરવાનગી માંગી હતી. પોલીસનું માનવું છે કે આ સેમ્પલ આ કેસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને ધમકી ભેરેલી ચિઠ્ઠીમાં વપરાયેલ હસ્તાક્ષર સાથે મેચ થઈ શકે છે. પોલીસનું કહેવું છે કે આ તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સલીમ ખાનને ધમકી આપનાર વ્યક્તિને શોધવામાં મદદ કરી શકે છે.
વર્ષ 2022માં, 5 જૂને અભિનેતાના પિતાને એક બેંચ પર ધમકીનો પત્ર મળ્યો, જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને સિધુ મુસેવાલાની જેમ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પત્ર પછી પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી પરંતુ હજુ સુધી પોલીસને આ કેસ સંબંધિત કોઈ નક્કર માહિતી મળી શકી નથી. કહેવાય છે કે ધમકી મળ્યા બાદ બોલિવૂડ એક્ટરનો આખો પરિવાર ગભરાટમાં રહેવા લાગ્યો હતો.
કોર્ટે આરોપીઓના સેમ્પલ લેવા આદેશ કર્યો
જોકે આ કેસમાં હજુ સુધી પોલીસને કોઈ સફળતા મળી નથી પરંતુ હવે કોર્ટે આરોપીઓ પાસેથી હેન્ડરાઈટિંગ સેમ્પલ લેવાનો આદેશ આપ્યો છે. આશા છે કે આ નવી પહેલથી પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech