BREAKING NEWS

જામનગર : હાપા માર્કેટીંગ યાર્ડ જણસીની આવક ૪૨ હજાર મણને પાર

  • February 26, 2026 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઇ કાલે જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઇ ભંડેરી દ્વારા તુવેરની ખરીદીનો ટેકાના ભાવે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમયે યાર્ડના ચેરમેન મુકુંદભાઇ સભાયા, વાઇસ ચેરમેન હિરેનભાઇ મોટેચા, સેક્રેટરી હિતેષભાઇ પટેલ, કારોબારી સભ્યો  અને બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. બુધવારે ૧૪૦૦ મણ તુવેરની આવક થવા પામી હતી જે ૩૬ ખેડુતો દ્વારા લાવવામાં આવ હતી. આ તમામ તુવેરનું વેંચાણ પણ ટેકાના ભાવે થઇ ગયેલ હતુ સપ્તાહના ત્રીજા દિવસે કુલ જણસ ૪૨૩૬૭ થવા પામી હતી જેમાં સૌથી વધુ ધાણાની ૭૨૩૦ ગુણી યાર્ડમાં ઠલવાઇ હતી.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો ઘઉં ૪૦૦ થી ૪૬૮, અળદ ૧૨૦૦ થી ૧૪૮૫, મઠ ૭૦૦ થી ૯૩૦, વાલ ૧૦૦૦ થી ૧૨૩૫, ચણા ૯૮૦ થી ૧૦૫૨, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૫૬૫, મગફળી જીણી ૧૧૫૦ થી ૧૫૮૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૩૫૦,  એરંડા ૧૧૭૦ થી ૧૨૪૩, રાયડો ૧૦૦૦ થી ૧૧૮૫, રાય ૧૧૦૦ થી ૧૪૧૫, લસણ ૭૫૦ થી ૧૩૩૦, કપાસ ૧૦૦૦ થી ૧૬૦૫, જીરૂ ૨૫૦૦ થી ૪૩૬૫, અજમો ૧૫૭૫ થી ૫૦૦૦, અજમાની ભૂસી ૩૦ થી ૨૭૦૦, ધાણા ૧૪૦૦ થી ૨૦૩૫, ધાણી ૧૫૦૦ થી ૨૬૫૦, મરચા ૧૭૦૦ થી ૫૮૦૦, ડુંગળી સુકી ૬૦ થી ૨૩૫, શીંગ દાણા ૧૨૦૦ થી ૧૪૪૦, સોયાબીન ૯૦૦ થી ૧૦૨૮, વટાણા ૭૦૦ થી ૧૧૪૫, રાજમાં ૧૪૦૦ થી ૧૭૨૫ સુધીના ભાવ બોલાયા હતા બુધવારે કુલ જણસ ૪૨૩૬૭ મણ ગુણી ૧૮૧૨૭ જે ૧૨૪૨ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.

જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જી‚ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application