BREAKING NEWS

જામનગર : વ્હાઇટ ગોલ્ડ અને મગફળીથી હાપા યાર્ડ છલોછલ

  • November 27, 2025 04:58 PM 



હાપા માર્કેટીંગ યાર્ડમાં બુધવારે કપાસ અને મગફળીની મબલખ આવક થવા પામી છે, ૪૨ હજાર મણ મગફળી તથા કપાસની ૭૮૫૯ ગુણીની આવક થતાં હાપા યાર્ડ કપાસ અને મગફળીથી છલોછલ થઇ જવા પામ્યું હતું. 


હાપા માર્કેટીંગ યાર્ડમાં બુધવારે કુલ જણસ ૭૨૭૨૯ મણ નોંધાઇ હતી, જેમાં સૌથી વધુ આવક મગફળીની ૪૨ હજાર મણ તથા ૧૯૬૪૮ મણ કપાસની આવક થવા પામી હતી. સૌથી વધુ ભાવ પર દ્રષ્ટીપાત કરીએ તો કાળા તલ ૨૫૦૦ થી ૪૯૨૫ જયારે જીરૂના ૨૯૦૦ થી ૩૯૬૦ સુધી ભાવ બોલાયા હતાં. 


જણસીના વિગતવાર ભાવ જોઇએ તો જુવાર ૭૩૫ થી ૮૦૦, બાજરી ૨૮૫ થી ૪૫૦, ઘઉં ૪૯૮ થી ૫૬૦, મગ ૧૦૦૦ થી ૧૩૫૦, અડદ ૧૦૦૦ થી ૧૨૧૫, તુવેર ૬૦૦ થી ૧૦૫૦, ચોળી ૮૦૦ થી ૧૦૦૦, મેથી ૯૦૦ થી ૧૦૬૫, ચણા ૮૫૦ થી ૧૦૯૫, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૫૦૦, મગફળી જીણી ૧૧૭૫ થી ૧૪૦૦, મગફળી જાડી ૧૧૫૦ થી ૧૩૪૦, મગફળી ૬૬ નંબર ૧૨૦૦ થી ૧૪૦૦, મગફળી ૯ નંબર ૧૩૦૦ થી ૧૭૬૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૯૮, તલી ૯૦૦ થી ૨૪૦૫, રાયડો ૧૦૦૦ થી ૧૩૨૦, રાય ૧૨૦૦ થી ૧૯૩૦, લસણ ૫૦૦ થી ૧૨૨૦, અજમો ૧૨૦૦ થી ૩૩૦૫, અજમાની ભુસી ૭૦ થી ૧૯૯૦, ધાણા ૧૦૦૦ થી ૧૭૪૫ જયારે સૌથી ઓછો ભાવ ડુંગળીનો રહેવા પામ્યો હતો જે મણના ફકત ‚ા.૩૫ થી ૨૩૫ બોલાયા હતાં.


હાપા યાર્ડમાં બુધવારે કુલ જણસ ૩૬૧૮૬ ગુણી, મણ ૭૨૭૨૯ જયારે વેંચાણ ૨૦૯૯૫ થયું હતું અને કુલ ખેડુતો ૭૦૬ વેંચાણ અર્થે આવ્યા હતાં તેમ સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application