હાપા માર્કેટીંગ યાર્ડમાં સોમવારે ઉઘડતી બજારે ધાણાની પુષ્કળ આવક થવા પામી હતી. ૨૮૫૮ મણ ધાણા ઠલવાતા સમગ્ર યાર્ડ સોડમથી ધમધમી ઉઠ્યુ હતુ. યાર્ડમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા રહ્યા હતા. જેનો ભાવ રૂ.૧૪૦૦ થી ૬૪૦૦ સુધી બોલાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૬૦૦ થી ૭૩૫, બાજરી ૪૩૫ થી ૫૦૦, ઘઉં ૪૦૦ થી ૪૯૧, મગ ૭૦૦ થી ૧૬૦૫, અળદ ૧૩૦૦ થી ૧૫૨૫, તુવેર ૧૩૦૦ થી ૧૫૨૫, ચોળી ૨૦૦ થી ૬૫૦, મેથી ૧૨૦૦ થી ૧૨૧૫, ચણા ૯૦૦ થી ૧૦૯૪, ચણા સફેદ ૯૫૦ થી ૧૩૦૦, મગફળી જીણી ૧૨૦૦ થી ૧૫૩૦, મગફળી જાડી ૧૧૦૦ થી ૧૪૫૦, એરંડા ૧૦૦૦ થી ૧૨૫૧, તલી ૧૫૦૦ થી ૧૯૭૫, રાયડો ૧૦૭૦ થી ૧૨૬૫, લસણ ૧૦૦૦ થી ૧૪૮૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૬૦, જીરૂ ૩૪૦૦ થી ૪૨૭૫, અજમો ૧૫૦૦ થી ૪૭૧૫, અજમાની ભૂસી ૨૦ થી ૨૨૦૦, ધાણા ૧૩૦૦ થી ૧૯૪૦, મરચા ૧૪૦૦ થી ૬૪૦૦, ડુંગળી સુકી ૪૫ થી ૨૭૫, સોયાબીન ૮૦૦ થી ૧૦૪૧, વટાણા ૮૦૦ થી ૧૦૧૦, રાજમાં ૧૩૦૦ થી ૧૫૭૦ સુધીના ભાવ બોલાયા હતા સોમવારે કુલ જણસ ૨૪૩૭૨ મણ ગુણી ૧૦૦૨૦ જે ૯૨૦ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જીરૂ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.