BREAKING NEWS

જામનગર  : કપાસથી છલોછલ હાપા યાર્ડ: ૨૬ હજારથી વધુ મણની આવક

  • November 29, 2025 01:09 PM 



જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. ત્યારે  ગઈકાલે એક જ દિવસમાં ૨૬,૦૦૦ મણની આવક થઈ હતી. જે પૈકી ૧૦,૭૯૬ મણની હરરાજી થઈ હતી. જેમાં રૂ.૧,૦૦૦થી લઈને ૧૫૦૦ સુધીના ભાવે સોદા થયા હતા.


હાપા યાર્ડમાં ગઈકાલે શુક્રવારે કુલ ૮૬૯ ખેડુતો ૪૬,૩૩૩  મણની ૨૧ જેટલી જણસીઓ હરરાજીમાં આવી હતી. જેમાં બાજરીની ૬૮, ઘઉં ની ૮૦૮, મગ ની ૬૮, અળદની ૫૬૮, તુવેરની ૩. ચોળીની ૯૦, વાલ ની ૧૨, ચણા ૯૮૫, એરંડા ૩૬૮૧, મરચા ની ૬૭૮,  સુકી ડુંગળીની ૬૩, અજમાની ૧૪૮૨, સોયાબીન ૭૪૦ , વટાણાની ૯ અને અજમાની ૧૨ મણની આવક થઈ હતી. 


મગફળીની જગ્યાના અભાવે આવક બંધ રાખવામાં આવી છે. જે મગફળી પેન્ડીંગ પડી છે. તેની હરરાજી ચાલુ હતી. જેમાં જીણી મગફળીના રૂ.૧,૧૦૦ થી ૧૩૦૦, તેમજ જાડી મગફળીના ૧,૦૭૫ થી ૧,૨૯૦ તેમજ ૬૬ નંબરની મંગફળીના રૂ.૧,૨૦૦ થી ૧,૪૩૫ અને ૯ નંબરની મગફળીના રૂ.૧૩૦૦થી ૧,૬૬૦ સુધીના ભાવે સોદા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application