હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળી અને લસણની ભરપુર આવક થવા પામી છે, આજે ૧૫ હજારથી વધુ ગુણી ડુંગણી-લસણની ગુણી ઠલવાઇ છે.
ગત રાત્રીથી જ રાધીકા સ્કુલથી હાપા યાર્ડ સુધીના રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા, હાલમાં મગફળીની આવકમાં બ્રેક મારવામાં આવી છે, જયારે ડુંગળી અને લસણની ભરપુર આવક થતા હાપા યાર્ડ ડુંગળી-લસણની આવકથી છલોછલ થઇ જવા પામ્યું છે.
શનિવારે મગફળીની ૧૬ હજાર ગુણીની આવક થવા પામી હતી જેના લીધે આજથી મગફળીની આવકને રોક મારી દેવામાં આવી છે, શનિવારે નોંધાયેલ કુલ જણસ ૫૫૬૮૪ મણ નોંધાઇ હતી, જેમાં સૌથી વધુ આવક મગફળીની ૨૮ હજાર મણ થવા પામી હતી, સૌથી વધુ ભાવ જીનો ૨૯૦૦ થી ૩૮૦૦ સુધી બોલાયા હતા, જયારે ડુંગળીના ૨૫ થી ૧૩૫ અને લસણના ૧૩૨૫ થી ૨૯૫૦ ભાવ બોલાયા હતા તેમ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયુ છે.