ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપનદ્રષ્ટ્રા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી.
રાયપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના ધર્મ–કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ અને સ્વસ્થ ચિરાયુષ્યની મંગલ કામના વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, જીવન અને રાષ્ટ્ર્ર પ્રત્યે આપનો દ્રષ્ટ્રિકોણ ન માત્ર ભારતીયોને પરંતુ વૈશ્વિક સમાજને નવસ્ફર્તિ અને પ્રેરણા આપનારો છે. રાયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ભેટ આપ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાલ ઓઢાડીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 'જ્ઞાની પુષ–દાદા ભગવાન' પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના યશ–કીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરતાં કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના પ્રધાનમંત્રી સુધીનું આપનું પરિશુદ્ધ જાહેર જીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા અને ભગીરથ પુષાર્થ થકી આપત્તિને અવસરમાં બદલવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનતં ક્રોત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રિ–ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોમાં ભારતને પુન:પ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં ૫૦૦ ગીગાવોટ ઉત્પાદનનું લક્ષ આપ્યું, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાની ભેટ આપી, ગાંધીનગર–અમદાવાદ મેટ્રો રેલની ભેટ આપી અને 'વિકસિત ભારત–વિકસિત ગુજરાત' કાર્યક્રમમાં છ૮,૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે રાજભવનથી વિદાય થયા હતા. રાયપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને ભાવભીની વિદાય આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech