લોહાણા ક્ધયા છાત્રાલય ખાતે યોજાયો એક અનુકરણીય કાર્યક્રમ: આજની યુવા પેઢી માટે એક સંદેશ: માતાના ચરણોમાં સ્વર્ગ છે તો પિતાના છત્રમાં સુખની છાયા છે: વૃઘ્ધાશ્રમમાં રહેલા માતા-પિતાના સંતાનો ખાસ પ્રેરણા લે
મા-બાપ, માતા-પિતા, મધર-ફાધર દરેક ભાષામાં જે સંબંધ અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે, તે અ દુનિયાનો સૌથી મોટો સંબંધ છે અને તેનાથી વધુ કંઇ પણ નથી, આમ છતાં આજના સમયમાં બધા નહીં તો ઘણા બધા એવા છે જે માતા-પિતાને તેના મહાન સ્થાનને યોગ્ય રીતે સમજતાં નથી, ખાસ કરીને વૃઘ્ધાશ્રમોમાં રહેલા એવા કમભાગી વડીલો કે જેના સંતાનો હૈયાત હોય એવા યુવાનો-યુવતિઓ માટે એક પ્રેરણાપ કાર્યક્રમ જામનગરમાં યોજાઇ ગયો જેમાં વિદ્યાર્થીનીઓએ માતા-પિતાનું પુજન કર્યુ.
સામાન્ય રીતે કહેવાય છે કે, પુજા ઇશ્ર્વરની થાય છે, બંદગી અલ્લાહની કરવામાં આવે છે, ગોડ સામે નતમસ્તક થવાય છે પણ એ જરાપણ ખોટુ નથી કે, માતા-પિતા એટલે આપણા માટે એવું જ સ્થાન ધરાવે છે, એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, માતાના ચરણોમાં સ્વર્ગ છે અને પિતાના છત્રમાં તમામ પ્રકારના સુખ સમાયેલા છે.
લોહાણા ક્ધયા છાત્રાલય ખાતે થયેલા આવા કાર્યક્રમ ખરેખર મોટા પાયે જાહેરમાં મોટા-મોટા મેદાનોમાં થવા જોઇએ, માતા-પિતાનું સ્થાન ભુલી બેઠેલા ઘણા બધા માર્ગ ભટકેલાઓને આવા કાર્યક્રમોથી એક પ્રેરણા મળી શકે છે.
જામનગરની લોહાણા ક્ધયા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી પ0 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આજે માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી સ્વ હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા ક્ધયા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 50 જેટલી વિદ્યાર્થીનીઓ, કે જેઓ દ્વારા આજે રવિવારે શરૂ સેક્શન રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠમાં માતૃ પિતૃ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લોહા ક્ધયા છાત્રાલયના ગૃહમાતા ભાવનાબેન પોપટના માર્ગદર્શન હેઠળ ક્ધયા છાત્રાલયની 50 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા પિતાઓને ગાયત્રી શક્તિ પીઠમાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતાં અને તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા પિતાનું શાસ્ત્રોક્તવિધિ ની સાથે પૂજાન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાયત્રી શક્તિપીઠમાં યોગવેદાંત સમિતિના શિલ્પાબેન જોબનપુત્રા તેમજ કિશનભાઇ અને સુભાષભાઈ વગેરે સભ્યો દ્વારા શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરાવવામાં આવ્યું હતું. આગામી 14મી ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પણ માતૃ પિતૃઓનું પૂજનનો દિવસ છે, તેને અનુરૂપ આજે રવિવારના રજાના દિવસે ગાયત્રી શક્તિપીઠમાં પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech