દિવાળી પહેલા રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે જીતુ વાઘાણીને કૃષિ મંત્રી બનાવાયા છે. ત્યારે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. બંનેને ગુજરાત સરકારના નવા પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીને ગૃહ રાજ્ય મંત્રી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે તેમને રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકેની પણ વધારાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ઋષિકેશ પટેલની જગ્યાએ નિયુક્તિ
અગાઉના મંત્રીમંડળમા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.