BREAKING NEWS

કોમનવેલ્થ ગેમ્સના સમાપનમા હર્ષ સંઘવી સ્કોટલેન્ડ જશે.‌

  • July 13, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી દિવસોમાં સ્કોટલેન્ડના ગ્લાસગોની મુલાકાતે જશે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ત્યાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય સમાપન સમારોહમાં હાજરી આપવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમતના આયોજનના અનુભવથી રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક માળખાને વધુ સુદ્રઢ બનાવવાની સરકારની નેમ છે.આ સત્તાવાર પ્રવાસમાં મંત્રી સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ જોડાશે, જેમાં અગ્ર સચિવ એમ. થેન્નારાસન, અશ્વિની કુમાર, સચિવ રાહુલ ગુપ્તા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો સમાવેશ થાય છે. આ મુલાકાત દ્વારા સરકાર વૈશ્વિક મંચ પર રાજ્યની હાજરી નોંધાવવાની સાથે ભવિષ્યમાં રાજ્યમાં આવા મોટા આયોજનો કરવા માટે અભ્યાસ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application