પહેલી વાર બાંગ્લાદેશે શેખ હસીનાના પક્ષ, આવામી લીગ સાથે સમાધાનની ચર્ચા કરી છે. જોકે તારિક રહેમાનની સરકારે આ માટે કેટલીક શરતો મૂકી છે, પરંતુ આ પહેલી વાર છે યારે બાંગ્લાદેશે આવું કઈં કહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી, બાંગ્લાદેશ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરવા બદલ ભારતને ચેતવણી આપી રહ્યું હતું.
ુહવે, બાંગ્લાદેશના આ અચાનક નિવેદનો એ પ્રશ્ન ઉભા કરે છે કે શું બાંગ્લાદેશ ખરેખર આવામી લીગ સાથે સમાધાન માટે તૈયાર છે, કે તેની પાછળ કોઈ ઐંડું કાવતં છે?
હકિકતમાં, બાંગ્લાદેશ સરકારના એક વરિ અધિકારીએ મંગળવારે શેખ હસીના પર એક નિવેદન જારી કયુ હતું. તેમણે કહ્યું કે પ્રતિબંધિત આવામી લીગ સાથે સમાધાન ખરાબ બાબત નથી. બાંગ્લાદેશી વડા પ્રધાનના માહિતી સલાહકાર ઝાહિદ ઉર રહેમાને આ વાત કહી હતી. એક પત્રકાર પરિષદમાં રહેમાને પત્રકારોને કહ્યું, આવામી લીગના સક્રિય કાર્યકરો અને સમર્થકો સાથે સમાધાન શ કરવું ખરાબ બાબત નથી. તેના બદલે, જો આવી પહેલ કરવામાં આવે તો તે ફાયદાકારક રહેશે.
ઝાહિદે વધુમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થીઓએ અવામી લીગનો સંપર્ક કરવો જોઈએ. સમાધાન પ્રક્રિયા શ કરવા માટે, પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે વાતચીત દ્રારા પાયો સ્થાપિત કરવો જરી છે. જો આ સુનિશ્ચિત થાય, તો આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.
ુ જોકે, તેમણે એક શરત પણ મૂકી. ઢાકાના અધિકારીએ કહ્યું, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના પક્ષે આવી પ્રક્રિયા શ કરવાની પોતાની જવાબદારી સ્વીકારીને આગળ આવવું જોઈએ.
ત્રણ દિવસ પહેલા સુધી, બાંગ્લાદેશ હજુ પણ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરવાની વાત કરી રહ્યું હતું. બાંગ્લાદેશના વિદેશ પ્રધાને એક નિવેદનમાં કહ્યું હતું કે ઢાકાને આશા છે કે ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે શેખ હસીનાના પરત ફરવા માટે કાનૂની પ્રક્રિયા ઉપરાંત રાજકીય ઇચ્છાશકિત પણ જરી છે.