વરસાદના ધોરી મહિના અષાઢમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ગાયબ થઇ ગયા જેવી સ્થિતિ વચ્ચે કુલ ૮૩માંથી ફ્ક્ત ચાર ડેમમાં નવા નીરની નજીવી આવક નોંધાઇ છે તેમજ બે ડેમ સાઇટ ઉપર માત્ર પાંચ મીમી વરસાદ નોંધાયો છે. જો હવે મેઘરાજા મન મુકીને ન વરસે તો વર્ષ નબળું જવાની ભીતિ સર્જાઇ છે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો હજુ ખાલીખમ પડ્યા છે.
વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૨માં ૦.૧૦ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૪૯ ફૂટ અને મચ્છુ-૩માં ૦.૧૩ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં જેતપુર પાસેના સુરવો ડેમ ઉપર પાંચ મીમી અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-૨ (વડોદ) ઉપર પાંચ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલો આજી-૨ ડેમ કે જેમાં રાજકોટનું સુએઝ વોટર ઠલવાય છે તે અગાઉ ઓવરફ્લો થઇ ચૂક્યો હોય હાલ તેનો એક દરવાજો ૦.૦૫ મીટર સુધી ખુલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application