પિગળતા હિમાલયી ગ્લેશિયર, અનિશ્ચિત ચોમાસું અને તટીય વિસ્તારો પર તોળાઈ રહેલા જોખમો વચ્ચે ભારત હાલમાં ક્લાઈમેટ ચેન્જની કડવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે. આ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા 'ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ' (આઈપીસીસી)નો રિપોર્ટ દુનિયાભર માટે મુખ્ય માર્ગદર્શિકા માનવામાં આવે છે. પરંતુ આ સંસ્થાનો સાતમો મૂલ્યાંકન રિપોર્ટને પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવેલી વર્ષ ૨૦૨૮ની સમય-સીમા સામે ભારત સહિતના અનેક વિકાસશીલ દેશોએ વાંધો વ્યક્ત કર્યો છે. ભારતની સ્પષ્ટ માંગ છે કે વૈશ્વિક સંશોધનો અને યોગ્ય આંકડા એકત્રિત કરવા માટે વધુ સમયની જરૂર છે.વર્ષ ૨૦૧૫ના પેરિસ સમજૂતી અંતર્ગત વર્ષ ૨૦૨૮માં વૈશ્વિક જલવાયુ લક્ષ્યોની સમીક્ષા કરવામાં આવનાર છે. પશ્ચિમી દેશોનું દબાણ છે કે આ રિપોર્ટ ૨૦૨૮ સુધીમાં કોઈપણ ભોગે રજૂ થઈ જવી જોઈએ. બીજી તરફ ભારત, ચીન, સાઉદી અરેબિયા, રશિયા અને કેન્યા જેવા દેશોનું તર્ક છે કે ૨૦૨૮ની ડેડલાઈન અત્યંત ઉતાવળીયા સ્વરૂપની છે. ભારતનું માનવું છે કે જલવાયુ પરિવર્તનમાં ઉતાવળ કરવાથી જમીની હકીકતો અને વાસ્તવિક સમસ્યાઓની ઉપેક્ષા થઈ શકે છે. કૃષિ, જળ સુરક્ષા અને આપત્તિ પ્રબંધન જેવા ક્ષેત્રો માટે આઈપીસીસીનો ડેટા ભારતની રાષ્ટ્રીય નીતિઓનો પાયો છે, જેથી ઉતાવળમાં તૈયાર થયેલા રિપોર્ટથી ગંભીર અસરો સર્જાઈ શકે છે.આ મહત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે દુનિયાભરમાંથી નામાંકિત ૧૦૦૦ કરતા વધુ વૈજ્ઞાનિકો જોડાય છે. વિશેષ વાત એ છે કે આઈપીસીસી પોતે કોઈ નવો રિસર્ચ કે શોધ નથી કરતું, પરંતુ વૈશ્વિક સ્તરે થયેલા અભ્યાસોની ઊંડી વૈજ્ઞાનિક સમીક્ષા કરે છે. આ સમીક્ષા પ્રક્રિયા દરમિયાન દુનિયાભરમાંથી હજારો ટિપ્પણીઓ અને સૂચનો આવે છે. વૈજ્ઞાનિકો આ તમામ ટિપ્પણીઓના જવાબો આપીને તેને સાર્વજનિક કરે છે, જે આ રિપોર્ટની પારદર્શિતાની સૌથી મોટી ચાવી છે. આટલી મોટી પ્રક્રિયા પાર પાડવા માટે વૈજ્ઞાનિકોને પૂરતો સમય અને પર્યાપ્ત સંસાધનો મળવા અનિવાર્ય છે.આઈપીસીસી રિપોર્ટના ત્રણ મહત્વપૂર્ણ વર્કિંગ ગ્રુપ પ્રથમ જૂથ જલવાયુ પરિવર્તનના ભૌતિક વિજ્ઞાન અને તેના મૂળ કારણોનો અભ્યાસ કરે છે. બીજું જૂથ જલવાયુ પરિવર્તનની અસરો, તેની નબળાઈઓ (સંવેદનશીલતા) અને અનુકૂલન ક્ષમતાનું આકલન કરે છે. ત્રીજું જૂથ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને તેને નિયંત્રિત કરવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application