BREAKING NEWS

જામનગરમાં માર્ગો પર માથાના દુ:ખાવારૂપ ગેપ યથાવત, હાઇ-વે પર બુરાયા..!

  • December 16, 2025 11:53 AM 



જામનગરમાં મુખ્ય માર્ગો પર માથાના દુ:ખાવારૂપ બનેલા ગેપની સમસ્યા યથાવત છે. કારણ કે, પવનચકકીથી દિગ્વિજય પ્લોટ સુધીના અડધા કીમીના માર્ગ પર ત્રણથી વધુ ક્રોસીંગથી ટ્રાફીક સમસ્યા વકરી રહી છે. બીજી બાજુ ગુલાબનગર ઓવરબ્રીજથી ધુવાંવ સુધીના માર્ગ પર બે ગેપ બુરાતા અકસ્માતના બનાવ ઘટશે. ત્યારે શહેરના ટ્રાફીકથી ધમધમતા માર્ગો પર કેન્સરની જેમ વકરેલી ટ્રાફીક સમસ્યા કે જે ગેપ બુરવાથી હળવી બની શકે તેમ છે. આમ છતાં શહેરમાં માર્ગ પરના ગેપ બુરવામાં કયું ગ્રહણ નડે છે તે શહેરીજનોને સમજાતું નથી.



જામનગરમાં ટ્રાફીકથી સતત ધમધમતા માર્ગો પર આડેધડ ગેપના કારણે ટ્રાફીક સમસ્યા નાસૂર બની છે. ત્યારે આજકાલ દ્રારા ગેપના કારણે માર્ગો પર ચકકાજામની સ્થિતિ સર્જાઇ રહી હોવાના તસ્વીર સાથેના અહેવાલ પ્રકાશીત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ શહેરના ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, શરૂ સેકશન રોડ, અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ અને ગુલાબનગર, જનતા ફાટક તથા સાધના કોલોનીથી લાલપુર બાયપાસ ચોકડી સુધી માર્ગ પર ગેપની હારમાળાથી  દરરોજ ચકકાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો ટ્રાફીકમાં અટવાતા સમય અને નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે.


આ જ સ્થિતિ શહેરના પવનચકકીથી દિગ્વિજય પ્લોટ એટલે કે ઓશવાળ હોસ્પિટલ સુધીના માર્ગની છે. આ માર્ગ પર ૩ થી વધુ ગેપ આવે છે. જેના કારણે વાહનચાલકો છાશવારે ટર્ન લેતા હોય ટ્રાફીકની સમસ્યા વકરી છે. ત્યારે આ માર્ગ પર દિન-પ્રતિદીન વાહન વ્યવહાર વધી રહ્યો હોય ગેપના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

​​​​​​​


બીજી બાજુ જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ તરફના ધોરીમાર્ગ પર બે ગેપ બુરવામાં આવ્યા છે. જેમાં મોટર સાયકલના શો-રૂમ સામે અને સીંધુ જયોત સેવા ટ્રસ્ટ સામેના ગેપનો સમાવેશ થાય છે. ધોરીમાર્ગ પર ગેપ બુરવામાં આવ્યા તે આવકારદાયક છે. કારણ કે, આ ગેપ બુરવાથી અકસ્માતનું પ્રમાણ ઘટશે  અને સાથે સાથે વાહનચાલકોને ટ્રાફીકમાંથી પણ રાહત મળશે. ત્યારે ધોરીમાર્ગો પર બે ગુુપ બુરવામાં આવ્યા તો શહેરમાં કયાં કારણોસર ટ્રાફીક વધારતા આડેધડ ગેપ બુરવામાં આવતા નથી તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News