આજે મહાશિવરાત્રિના પર્વને લઈને રાજકોટ મનપાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં માંસ, મચ્છી, ચિકન સહિત નોનવેજ વસ્તુઓ પર વેચાણ કે બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં ઓનલાઇન વેચાણ કરતી Zepto ડિલિવરીએ આ જાહેરનામાનો ભંગ કર્યો છે. Zepto ઓનલાઇન માંસ-ચિકનનું વેચાણ કરતી ઝડપાતા તેમની સામે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે Zepto સામે જીપીએમસી કલમ ૩૩૬ મુજબ કાર્યવાહી કરી છે. મીટ-ચિકનનું ઓનલાઇન વેચાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે.
મહાશિવરાત્રિના પગલે માંસ, મટન, ચિકન ન વેચવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે આવો 35 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તેમજ 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ આજે મહાશિવરાત્રીનાં તહેવારને લઈ મ્યુ. કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં આજરોજ સવારે ડ્રોગિરિયા સેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામના Zepto વેચાણ કેન્દ્ર દ્વારા 450 ગ્રામ જેટલું ચિકન એક સંસ્થાને ડિલીવર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને અમારી ટીમો પહોંચી છે. અને 35 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરી વેપારી પાસેથી રૂ. 10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આજે દિવસભર ચેકીંગ કરી જે કોઈ સ્થળે જાહેરનામાનો ભંગ થતો હશે ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિવર્ષ મહાશિવરાત્રીએ માંસ, મટન અને મચ્છીના વેચાણ અને પ્રદર્શન પર પ્રતિબંધ હોવાનું જાહેરનામું મ્યુનિસિપલ કમિશ્નર બહાર પાડે છે. પરંતુ આ દિવસે કોર્પોરેશનમાં રજા હોવાથી તેની અમલવારી થતી નથી. જોકે અગાઉ પણ ઝોમેટોમાંથી જ ચિકન વેચાતા ઝડપાયું હતું. ત્યારે આજે Zeptoનાં માધ્યમથી નોનવેજ વસ્તુઓનું વેચાણ થતા મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અને આજે રજા હોવા છતાં દિવસભર ચેકીંગ કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech