કંટ્રોલર ઓફ કોમ્યુનીકેશન એકાઉન્ટ ગુજરાત (ડીઓટી સીસીએ) ની એક માત્ર ઓફીસ અમદાવાદ દ્વારા બધા જ પેન્શનર્સ માટે અમદાવાદ ટાગોર હોલ ખાતે મેગા ડીસીએલ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું તા.૪-૧૧-૨૫ના રોજ સવારે ૧૧ થી ૧૭.૩૦ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ. જેમાં અમદાવાદ ઉપરાંત અન્ય જિલ્લામાંથી નિવૃત થઇ અમદાવાદમાં રહેતા અને ગજુરાતના જિલ્લામાંથી પેન્શનર્સ એસો.નના હોદેદારો ઉપસ્થિત રહેલ. મીટીંગ માટે ૮૦૦ પેન્શનર્સને હોલમાં એન્ટ્રી આપવામાં આવેલ અન્ય પેન્શનર્સને ડીસીએલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ માટે એન્ટ્રી આપવામાં આવેલ. મીટીંગમાં ગયેલ મીટીંગ પુરી થયેલ ડીસીએલ અને હેલ્થ ચેકઅપમાં જોડાયેલ.
ટાગોર હોલમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને પેન્શનર્સ વેલફેર વિભાગના સેક્રેટરી વી.નિવાસ જોઇન્ટ સેક્રેટરી કંટ્રવલર જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ દિલ્હીના શ્રીમતી વંદના ગુપ્તા, મહારાષ્ટ્ર ગોવાના પ્રિન્સીપલ સીસીએ કે.એસ. બરીયાલ, ગુજરાતના ચીફ જનરલ પોસ્ટ માસ્ટર ગણેશ વી. સાલવેકરજી, ગુજાત સીસીએ વિજયકુમાર ઉપસ્થિત રહેલ. પેન્શનર્સ દ્વારા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને પેન્શનર્સ વેલફેર વિભાગના સેક્રેટરી શ્રી વી.નિવાસી સાથે સીધો સંવાદ કરેલ. મુખ્ય અતિથિનું સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવેલ. ડીઓટી અને બીએસએનએલ એમટીએનએલના ચાર લાખ જેટલા પેન્શનર્સ સંપન્ન દ્વારા પેન્શન ચુકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે રાજય સરકાર બેંક અને અન્ય વિભાગોના પેન્શનર્સને આવી સેવા શ કરવામાં આવશે. સંપન્ન એપમાં પેન્શનર્સનો રેકોર્ડ પોતે જ જોઇ શકે કઇ ફરિયાદ હોય તે પણ તેમાં જ મોકલી શકે. તેનો જવાબ પણ તેમાંજ મળી જાય. દર માસે પેન્શન સ્લીપ આઇટી રીટર્ન માટેનું ૧૬નું ફોર્મ પણ મેળવી શકાય સીએલસી અંગેની માહિતી કોમ્પ્યુટ પેન્શનની વિગત વગેરે માહિતી મળી શકે.
એન.એન. પટેલ એઆઇબીડીપીએના ગજુરાતના પ્રમુખ તથા મનુભાઇ ચનિયારા એઆઇબીડીપીએના ગુજરાતના સેક્રેટરી તથા હેડ કવાર્ટરના વાઇસ પ્રેસીડેન્ટની આગેાવનીમાં ગુજરાતમાં ૫૨ સભ્યો અમદાવાદ ખાતે આ કાર્યક્રમમાં જોડાયેલ. ટાગોર સેન્ટ્રલ હોલ ખાતે ગ્રાઉન્ડમાં એઆઇબીડીપીએના ૧૭માં સ્થાપના દિનની ઉજવણીમાં દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચમાંથી આવેલ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને સમુહમાં તસ્વીર લેવામાં આવેલ અતિથિઓ સાથે બપોર બાદ બધા માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. ડીઓટી સીસીએ ગુજરાતના ઓફીસ સ્ટાફએ ડીસીએલ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરવા મનુભાઇ ચનિયારા એઆઇબીડીપીએના ગુજરાતના સર્કલ સેક્રેટરીએ અભિનંદન પાઠવેલ અને અન્ય વિભાગના પેન્શનર્સ એસો.નના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયેલ હોવાનું જણાવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application