રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "ગોશિયા કેટરર્સ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ તથા દાઝ્યું તેલ મળી આવતા અંદાજિત કુલ 12 કિલો વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
કાદરી રેસ્ટોરેન્ટમાંથી 6 કિલો વાસી ખોરાક મળ્યો
ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "કાદરી રેસ્ટોરેન્ટ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ તથા વાસી અખાદ્ય પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજિત કુલ 6 કિલો વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
KGN કેટરર્સમાંથી 3 કિલો વાસી ખોરાક મળ્યો
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "KGN કેટરર્સ(ન્યુ બોમ્બે બિરિયાની)" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોન વેજ પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજિત કુલ 03 કિલો વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવ્યો હતો.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "કોલકતા બિરિયાની" પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના માયાણી ચોક -રાજનગર ચોક ચંદ્રેશનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 09 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત
1. ક્રિષ્ના મારવાડી પાણીપુરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
2. પ્રિન્સ શીંગ & બેકરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
3. શ્રીહરિ ભોજનલાય- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
4. પટેલ ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
5. બાલાજી પાન & કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
6. બાલાજી ખમણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
7. રાધે ડેરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
8. ગાંધી સોડા શોપ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
9. જલારામ દાળપકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
10. ડીલક્સ દાળપકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
11. બાલાજી સાઉથ ઇન્ડિયન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 4 નમૂના લેવામાં આવ્યા
(1) 'BILSHAN' PACKAGED DRINKING WATER (1 LTR. PKD BOTTLE): સ્થળ- BILSHAN BEVERAGES, 9-સમ્રાટ ઇન્ડ. એરિયા, કનેરિયા ઓઇલ મીલ પાસે, ગોકુલધામ સામે, રાજકોટ
(2) 'BILLKING' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE): સ્થળ- CRYTAL BEVERAGES, પરશુરામ ઇન્ડ. એરિયા-1, શેરી નં.01, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે, રાજકોટ
(3) 'CEEKE OZONISED' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE): સ્થળ- KKR TRADING, પ્લોટ નં.10, C-1, ભગવતી કોલસા સામે, જય સિયારામ ઇન્ડ. એસ્ટેટ-2, આજી GIDC, રાજકોટ
(4) 'BRISWEL' PACKAGED DRINKING WATER (1 LTR. PKD BOTTLE): સ્થળ- BRISWEL BEVERAGES, પ્લોટ નં.45, મારુતિ ઇન્ડ. એરિયા, ગોંડલ રોડ પાછળ, રાજકોટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech