BREAKING NEWS

'ગામનાને કહેજો હું કોઈ સાથે ભાગી નથી ગઈ': રાજકોટમાં લેબ આસિસ્ટન્ટ યુવતીની ગંભીર હાલત વચ્ચે કરુણ ચિઠ્ઠી મળી

  • August 09, 2026 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની વતની યુવતી બેભાન થઇ જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ યુનિવર્સીટી પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, મમ્‍મી પપ્‍પા હવેના જન્‍મમાં તમે જ મારા મમ્‍મી પપ્‍પા બનજો, મારા ભાઇ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં, બધા કંઇક સારી જગ્‍યાએ પહોંચે એવુ મારુ સપનુ છે. અને અંતમાં ત્રણ વખત મમ્મી પપ્પા મને માફ કરજો લખેલી ચિઠ્ઠી મળતા પોલીસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્‍ટ સોસાયટીમાં ભાડેથી રહેતી યુવતી સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે. અલ્પા મુળ થાનના આણંદપરની વતની હોવાનું અને ત્રણ વર્ષથી રાજકોટમાં રહી ખાનગી કોલેજમાં લેબ આસીસ્‍ટન્‍ટ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે. તેના પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોલીસને યુવતી પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેણે લખ્‍યું છે કે-મમ્‍મી પપ્‍પા હવેના જન્‍મમાં તમે જ મારા મમ્‍મી પપ્‍પા બનજો, મારા ભાઇ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં, બધા કંઇક સારી જગ્‍યાએ પહોંચે એવુ મારુ સપનુ છે, બેનની ફી 26000 બાકી છે જે દિવાળી પછી ભરવાની છે, મારા ખાતામાં 17,800 છે એ લઇ લેજો. મારી પાછળ કોઇ રોતા નહિ, નહિમતર મને દુઃખ થાશે. ગામનાને કહેજો હું કોઇ સાથે ભાગી નથી ગઇ. મમ્‍મી પપ્‍પા મારા ઉપર વિશ્વાસ કરે છે એટલુ મારા માટે બસ છે. મમ્‍મી પપ્‍પા તમે મને બહુ જ સાચવી છે. તમને મુકીને જાતાં જીવી નથી ચાલતો, પણ પપ્‍પા આખી જિંદગી તો કેમ કાઢીશ. મને માફ કરી દેજો એવું ત્રણ વખત લખ્‍યું છે જેથી પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application