BREAKING NEWS

જામનગરમાં બપોરે ગરમી વધી : મહતમ તાપમાન ૩૨ ડીગ્રી

  • February 25, 2026 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ફરીથી ઠંડીનો સિલસિલો શરૂ થયો છે પરંતુ હજુ પણ બપોરનાં ૧૨ થી ૫ દરમ્યાન ગરમી જોવા મળે છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ગઇકાલે ૨૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં થોડો બદલાવ આવ્યો હતો. છતા પણ બપોરના ભાગમાં ગરમી ચાલુ રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજયના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડે તેવી શકયતા છે. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રી, મહતમ તાપમાન ૩૨ ડીગ્રી, હવામાં ભેજ ૭૩ ટકા, પવનની ગતિ ૧૫ થી ૨૦ પ્રતિકલાક જોવા મળી હતી.


ચાર પાંચ દિવસથી ઓચિંતુ વાતાવરણ ફરી ગયુ છે. અને સવારે ફરીથી પહેલાની જેમ જ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન ખાતુ જણાવે છે કે હજુ એકવાર  ઠંડીનું રાઉન્ડ આવશે. પરંતુ હજુ જે રીતે પવન ફુંકાઇ રહ્યો છે તે જોતાં હજુ ૧૫-૨૦ દિવસ હાલારમાં મિશ્ર ઋતુ જોવા મળશે. 


ગામડામાં ગરમીની કારણે ખેતરમાં કામ કરતા મજુરોને પણ હાલાકીનો સામનો કરવો પડયો હતો. બપોરના ૧૨ વાગ્યે તરતજ ઉનાળા જેવી ગરમી શરૂ થઇ જાય છે. જો કે સાંજે ૭ વાગ્યા બાદ ગરમીમાં રાહત જોવા મળે છે. આ વર્ષે વધુ ગરમી પડશે તેવી પણ હવામાન ખાતાએ પહેલેથી જ આગાહી કરી દીધી છે. પરંતુ હાલ તો ઠંડી ગરમીનું મિશ્રણ જોવા મળે છે. 


ગામડાઓમાં પણ ઠંડી ગરમીનાં મિશ્ર માહોલથી લોકો પરેશાન થઇ રહ્યા છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, રાવલ, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર સહિતનાં ગામોમાં પણ ઠંડી અને ગરમીનો મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. મિશ્ર ઋતુનાં કારણે ગામડાઓમાં સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં પણ દર્દીની સંખ્યામાં વધારો થયો છે. જામનગરની જી.જી. હોસિપટલમાં ઓપીડીમાં પણ શરદી, ઉધરસ, તાવનાં કેસો વઘ્યા છે. 


બપોરે ગરમીનાં કારણે ખેતરમાં કામ કરતા મજુરોને મુશ્કેલી શરૂ થઇ છે. બપોરનાં ભાગમાં એસ.ટી અને ખાનગી બસોની મુસાફરોની સંખ્યા ઘટી ગઇ છે હજુ તો ઉનાળાની શરૂઆત છે ગામડામાં પણ ધીરે ધીરે પીવાના પાણીની મુશ્કેલી પણ શરૂ થશે ત્યારે હાલ તો ગરમી ઠંડીનુ મિશ્ર વાતાવરણ જોવા મળે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application