દેશભરમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારત સહિત દેશમાં ઉનાળાની શરૂઆત થતાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે ઓડિશામાં 16 થી 18 માર્ચ દરમિયાન હીટવેવની ચેતવણી જાહેર કરી છે.
આ ઉપરાંત ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગાણામાં 16-17 માર્ચ, છત્તીસગઢમાં 16 માર્ચ અને કર્ણાટકમાં 18-20 માર્ચ દરમિયાન હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર-પૂર્વ ભારતમાં તોફાન અને ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 16 અને 17 માર્ચે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 16-17 માર્ચે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે, સાથે જ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ પડશે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડશે. 16 માર્ચે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દાના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો
June 17, 2025 02:47 PMપાલીતાણાના મોખડકા સહીત ત્રણ ગામોમાંથી ૩૧ લોકોને રેસ્ક્યુ કરાયા
June 17, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech