BREAKING NEWS

આજથી ફરી ગરમી વધશે: તાપમાનમાં ચાર દિવસમાં ચાર ડિગ્રીનો થશે વધારો

  • February 20, 2026 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે અને ઠંડા પવનો ફુકાવાનું શ થતા બે ત્રણ દિવસ માટે ગરમીમાં રાહત મળી હતી. લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સામાન્ય નીચે ઊતર્યેા હતો. પરંતુ આજથી ફરી ગરમીના પ્રમાણમાં વધારાનું ચક્કર ચાલુ થઈ ગયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો વધારો થશે. ગઈકાલે રાજકોટમાં ૩૪.૭ અને સુરતમાં ૩૪.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે સવારથી જ રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી સાથે શ થયું છે અને સવારે ૮:૩૦ વાગ્યા સુધીમાં તે ૨૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી જાય તેવું જણાય છે.
અત્યાર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નીચે હતું અને ભેજનું પ્રમાણ ૯૦ ટકા આસપાસ હોવાથી ખુશનુમા વાતાવરણનો આનદં લોકોએ માણ્યો હતો પરંતુ હવે તે વાતાવરણ પણ માત્ર વેરાવળ અને ઓખા પૂરતું સીમિત રહી ગયું છે. ગઈકાલે વેરાવળમાં ૨૯.૩ અને ઓખામાં ૨૬.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે આજથી સવારથી જ આ બંને શહેરોમાં પણ ગરમી શ થઈ ગઈ છે. ઓખામાં આજે સવારે લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં અત્યાર સુધી ૩૦ ડિગ્રી નીચે રહેલું મહત્તમ તાપમાન એકાએક જોરદાર વધી ગયું હતું અને ગઈકાલે નલિયામાં ૩૨.૫ દ્રારકામાં ૩૧.૩ પોરબંદરમાં ૩૩.૨ કંડલામાં ૩૩.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દેશના અનેક રાયોમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણના તથા ઉત્તરના રાયોમાં વરસાદ પડે છે. ગઈકાલે અને આજે મધ્યપ્રદેશમાં પણ વરસાદ માટેની આગાહી છે. તે સિવાયના મોટાભાગના રાયોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને તેમાં હજુ વધારો થશે તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application