BREAKING NEWS

હિટવેવ: કચેરીઓમાં છાંયડો–પાણીની વ્યવસ્થા કરવા કલેકટરનો આદેશ

  • May 07, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અસહ્ય ગરમી પડી રહી છે. આકરી ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે નાગરિકોને તકલીફ ન પડે તે માટે સરકારી કચેરીઓ કે જાહેર સ્થળો પર છાંયડો, પાણી સહિતની વ્યવસ્થાઓ કરવા જિલ્લ ા કલેકટર તત્રં તરફથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે. રાજકોટ કલેકટર કચેરી ખાતે હીટવેવ એકશન પ્લાન અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્રારા સૂચના આપવામાં આવી હતી કે, વિવિધ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓ સહિત, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળો, શાળાઓ, બાંધકામ સાઇટ વગેરે તમામ જગ્યા પર પીવાનું પાણી, જરી દવાઓ, ઓ.આર.એસ. તથા છાંયડો વગેરે વ્યવસ્થા કરવી. પશુઓ માટે પણ ઠંડી છત અને છાંયડો, પાણી વગેરે સુવિધા પૂરી પાડવી. ઉપરાંત સ્થાનિક દાતાઓ, એન.જી.ઓ. દ્રારા કામદારોને છાશ, લીંબુ પાણી વિતરણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ હીટવેવની આગાહી કે તે અંગે જારી થતી સૂચનાઓ મુજબ જરી પગલાં લેવા જણાવાયું હતું. ખાસ કરીને મનરેગા સાઇટ તેમજ બાંધકામ સાઇટસ પર મજૂરી કામમાં રોકાયેલા તમામ કામદારો માટે આરામના શેડસ, પીવાનું સ્વચ્છ પાણી, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, સમર કેપ્સ પૂરી પાડવા, ગરમીની મોસમમાં મૃત્યુના તમામ કારણો અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પર દેખરેખ રાખવા ખાસ સૂચના અપાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News