BREAKING NEWS

હીટવેવ પ્રકોપ ઉનાળુ વેકેશન વધુ ૧૦ દિવસ લંબાવવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

  • May 29, 2026 07:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં અસહ્ય ગરમી અને હિટવેવનો પ્રકોપ વધ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રી આસપાસ પહોંચી જતાં સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ ઉઠી છે. આ અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળે ગુજરાત સરકારને રજૂઆત કરીને ઉનાળુ વેકેશન વધુ ૧૦ દિવસ લંબાવવા અપીલ કરી છે. તેમજ ફરી પાછું ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચન કર્યું છે.ગુજરાતમાં ગરમીના પ્રકોપને કારણે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ઉનાળુ વેકેશન ૧૦ દિવસ લંબાવવાની માંગણી કરવામાં આવી છે. હાલના શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓ ૮ જૂનથી શરૂ થવાની છે, પરંતુ સંચાલક મંડળે તેને ૧૮ જૂનથી શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. વૈકેશન લંબાવવા પાછળના મુખ્ય કારણો સાથે રજૂઆત કરી છે કે, ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિમાં બાળકો માટે શાળાએ જવું જોખમી બની શકે છે. સંચાલક મંડળ દ્વારા વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલને ટાંકીને પણ વેકેશન લંબાવવાની રજૂઆત કરાઈ છે. તેમજ વધતી ગરમી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને સંચાલકોએ મોટા ધો. ૯ થી ૧૨ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનું પણ સૂચન કર્યું છે. મંડળનું માનવું છે કે ૨૦ જૂન આસપાસ વરસાદી સીઝન શરૂ થવાથી વાતાવરણમાં ઠંડક આવશે, જે બાળકો માટે અનુકૂળ રહેશે. જોકે હાલ સુધી ગુજરાત સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન લંબાવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગના અગાઉના પરિપત્ર મુજબ શાળાઓ હજુ પણ ૮ જૂનથી જ શરૂ થવાનું આયોજન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application