BREAKING NEWS

અમેરિકામાં મિનેસોટાથી મિસિસિપી સુધી ગરમીનો કહેર: ચાર કરોડ લોકો લૂની ઝપેટમાં

  • July 27, 2026 09:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફકત ભારત જ નહીં, અમેરિકા પણ આ દિવસોમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યું છે. ગઈકાલે અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ઓછામાં ઓછા ૪ કરોડ લોકો લૂની ઝપેટમાં હતા. સતત બીજા દિવસે, તીવ્ર ગરમી અને ભારે ભેજને કારણે દેશના મોટા ભાગોમાં લોકોનું જીવન દયનીય બન્યું. બાળકો અને વૃદ્ધો ખાસ કરીને ગરમીથી પ્રભાવિત થયા.
હાલ અમેરિકામાં પણ તાપમાન વધી રહ્યું છે. હીટ ઇન્ડેકસ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી ગયો છે જે મિનેસોટાથી મિસિસિપી અને પશ્ચિમમાં દક્ષિણ કેલિફોર્નિયા અને નેવાડા સુધી અસર કરે છે. રાષ્ટ્ર્રીય હવામાન સેવા અનુસાર, દક્ષિણપશ્ચિમના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા હતી.
હવામાનશાક્રીઓ જણાવે છે કે આ ભારે ગરમી બીજા હીટ ડોમનું પરિણામ છે. હીટ ડોમ એ એક એવી ઘટના છે યાં વાતાવરણીય પરિસ્થિતિઓ ગરમીને કારણે પહેલાથી જ ઐંચા તાપમાનમાં વધુ વધારો થાય છે અને લાંબા સમય સુધી ચાલુ રહે છે.
શનિવારે, દક્ષિણ ડાકોટાના રેપિડ સિટીમાં ૧૧૨ ડિગ્રી ફેરનહીટ (૪૪ ડિગ્રી સેલ્સિયસ) નું સર્વકાલીન ઉચ્ચ તાપમાન નોંધાયું હતું. ગરમીને કારણે, રવિવારે મિનેસોટાના શાકોપીમાં કેન્ટરબરી પાર્કમાં યોજાનારી ઘોડાની દોડ રદ કરવામાં આવી હતી.
એનડબ્લ્યુએસ હવામાનશાક્રી બોબ ઓરાવેકે કહ્યું, હાલમાં, તે દેશના મધ્ય ભાગમાં ઘણા લોકોને અસર કરી રહ્યું છે. આવતા અઠવાડિયાની શઆતમાં, ગરમીનું મુખ્ય કેન્દ્ર દક્ષિણ તરફ ખસી જશે. ભેજવાળી હવા હીટ ડોમની પરિઘની આસપાસ અસ્થિરતા પણ બનાવી રહી હતી, જેના કારણે રવિવારે ગ્રેટ લેકસ નજીક ગંભીર તોફાનો, અચાનક પૂર અને કરા પડવાનું જોખમ વધી રહ્યું હતું. આ ગંભીર તોફાનો આગામી દિવસોમાં પૂર્વ તરફ આગળ વધવાની ધારણા હતી.
વૈજ્ઞાનિક બોબ ઓરાવેકે સમજાવ્યું, જો દેશના એક ભાગમાં 'હીટ ડોમ' બને છે, તો તેની સાથે સંકળાયેલ એક અલગ પ્રકારનું હવામાન ઘણીવાર બીજા ભાગમાં જોવા મળે છે. તે બધા એકબીજા સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે મધ્ય યુએસમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં થોડી રાહત જોવા મળશે, પરંતુ સાહના અતં સુધીમાં તાપમાન ફરી વધી શકે છે.
અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે બાળકો, વૃદ્ધો અને ચોક્કસ તબીબી સ્થિતિઓ ધરાવતા વ્યકિતઓ હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનું સૌથી વધુ જોખમ ધરાવે છે. તેમને એર કન્ડીશનીંગ અથવા ઠંડક કેન્દ્રોનો ઉપયોગ કરવાની, પુષ્કળ પાણી પીવાની અને સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application