BREAKING NEWS

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદ 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ, જાણો તમારા શહેરની સ્થિતિ

  • May 24, 2026 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ઉનાળો હવે તેના પૂરા મિજાજમાં આવી ગયો છે. વાતાવરણમાં સતત વધી રહેલા તાપમાનના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે 24 મે 2026 ના રોજ રાજ્યના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યો છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઈ ગયું છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં ભઠ્ઠી જેવી ગરમી
આજના આંકડાઓ પર નજર કરીએ તો મેગા સિટી અમદાવાદ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. જ્યારે પાટનગર ગાંધીનગર પણ પાછળ નથી, ત્યાં તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું છે.





​​​​​​​વધતી જતી ગરમી અને હીટવેવની શક્યતાઓને જોતા નાગરિકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સતત પ્રવાહી (લીંબુ પાણી, છાશ, ઓ.આર.એસ.) લેતા રહેવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application