ટ્રમ્પ બાદ હવે પુતિન આજથી ચીનની બે દિવસીય મુલાકાતે
ટ્રમ્પ બાદ હવે પુતિન આજથી ચીનની બે દિવસીય મુલાકાતે
May 19, 2026 02:45 PM
રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન આજે મંગળવારે ચીનની બે દિવસીય મુલાકાતે જવા રવાના થયા છે . આ મુલાકાત તેમના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પની બેઇજિંગ મુલાકાત પછી ટૂંક સમયમાં થઈ રહી છે, યાં તેમણે ચીની નેતા શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી.ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન દ્રિપક્ષીય સંબંધો, વિવિધ ક્ષેત્રોમાં સહયોગ તેમજ પરસ્પર હિતના આંતરરાષ્ટ્ર્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.આ મુલાકાત એવા સમયે થઈ રહી છે યારે વિશ્વ મહાસત્તાઓની બદલાતી ગતિશીલતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે આ પુતિનની ચીનની ૨૫મી મુલાકાત હશે. આ મુલાકાત ૨૦૦૧ની ચીન–રશિયા મિત્રતા સંધિની ૨૫મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. બંને ટોચના નેતાઓ માત્ર દ્રિપક્ષીય સંબંધોને નવી ઐંચાઈએ પહોંચાડવા અંગે જ નહી, ઉપરાંત આર્થિક સહયોગ અને મુખ્ય આંતરરાષ્ટ્ર્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન–પ્રદાન કરશે