આ અંગેની હકીકત મુજબ, શહેરમાં રહેતી યુવતીને ગાંધીગ્રામ વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા વિક્રમ વાલા સોહલા નામના શખ્સે ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઓફિસમાં બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની ટ્રસ્ટના નામે આવેલી જમીનમાં અન્ય શખ્સનો કબજો હોવાથી જે જગ્યા ખાલી કરાવવા માટે ફરિયાદ કરવા માટે યુવતી વકીલની ઓફિસે ગયેલ ત્યારે વકીલે વિક્રમ સોહલા સાથે જમીન બાબતે યુવતીએ વાત કરેલી બાદ વિક્રમ સોહલાએ પોતાની ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઓફિસે બોલાવી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચરી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. વિક્રમે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા કાર્યવાહી કરી જણાવેલ કે, ફરીયાદીએ અગાઉ આ પ્રકારની ફરિયાદ આપેલી અને તે ફરીયાદના અનુસંધાને જે તે વખતના તપાસનીશ અધીકારીએ તપાસ કરેલ અને એવો રિપોર્ટ કરેલો કે, ફરિયાદીએ બ્લેકમેઇલિંગના ઈરાદાથી ફરીયાદ આપેલ છે. સદરહુ ફરીયાદ ફાઈલ કરવામાં આવે છે. ઉપરોકત ફરીયાદ ફાઈલ થયા બાદ ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત રાજકોટની સ્પે. અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ, તેમાં અદાલતે ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ -૨૧૦ હેઠળ પોલીસનો રિપોર્ટ મંગાવેલ અને પોલીસ દવારા અદાલતમાં રિપોર્ટ રજુ કરતા પહેલા અને અદાલતમાં ફરીયાદ પેન્ડીંગ હોવા છતાં તપાસનીશ દ્વારા ગુનો દાખલ કરી દીધેલ છે. ઉપરોકત હકિકત અને તમામ કાગળોને ધ્યાનમાં લઈ હાઈકોર્ટ દ્વારા આ કામના આરોપીની ધરપકડ સામે સ્ટે આપેલ છે. ઉપરોકત કામમાં આરોપી વીક્રમ વાલાભાઈ સોહલા વતી અમદાવાદના એડવોકેટ આશીષ ડગલી, રાજકોટના પીયુષભાઇ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, વીજય પટગીર, જીતેન્દ્ર ધુળકોટીયા, હર્ષિલ શાહ, ચીરાગ શાહ, રવીરાજ વાળા, રૂત્વીક વધાસીયા, સંજય મેરાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોએ ભાગદોડ શરૂ કરી
May 10, 2025 05:53 PMજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech