BREAKING NEWS

હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારે તણાવ: ઈરાને ફરી નિયંત્રણ લાદતા દરિયાઈ માર્ગે ખતરો વધ્યો

  • April 18, 2026 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે 'લાઇફલાઇન' ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીમાં શનિવારે (18 એપ્રિલ) ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને આ વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનું કડક નિયંત્રણ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે ખાડી વિસ્તારમાં જહાજોની અવરજવર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે.

શું છે સમગ્ર ઘટના?
મરીનટ્રાફિકના ડેટા અનુસાર શનિવારે અનેક જહાજો હોર્મુઝ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ ઈરાન તરફથી અચાનક "રસ્તો બંધ" હોવાની ચેતવણી આપવામાં આવી હતી. શિપિંગ સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, ઈરાની નૌકાદળ દ્વારા કેટલાક વેપારી જહાજોને રેડિયો સંદેશા મોકલવામાં આવ્યા છે કે કોઈ પણ જહાજને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં.


ગોળીબારની ઘટનાઓથી ફફડાટ

સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ હોર્મુઝ પસાર કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા બે જહાજો પર ગોળીબાર થયા હોવાના સમાચાર છે. આ હુમલાઓએ દરિયાઈ માર્ગે થતા વેપારમાં ભારે અનિશ્ચિતતા અને ભયનો માહોલ પેદા કર્યો છે.


ઈરાનનું વલણ અને અમેરિકાને ચેતવણી

ઈરાને આ પગલાને અમેરિકા દ્વારા ઈરાની બંદરોની સતત નાકેબંધીનો જવાબ ગણાવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખમેનીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, "ઈરાની નૌકાદળ દુશ્મનોને નવી અને કડવી હાર આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે." 


​​​​​​​ઈરાનનું કહેવું છે કે અમેરિકાનું આ વલણ યુદ્ધવિરામના કરારનું ઉલ્લંઘન છે. બીજી તરફ, વોશિંગ્ટન હાલ આ નાજુક યુદ્ધવિરામને લંબાવવો કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યું છે, ત્યારે જ ઈરાનના આ આક્રમક વલણે તેલ અને ગેસના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવવાની ભીતિ જન્માવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application