મુંબઈના તારા રોડ પર સ્થિત એક સમુદ્ર કિનારે રહેલો બંગલો રિયલ એસ્ટેટ માર્કેટમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ ૭૦ વર્ષ જૂના વૈભવી બંગલાની કિંમત ૨૨૧ કરોડ પિયા નક્કી કરવામાં આવી છે. મોટા બિલ્ડરોએ આ વૈભવી મિલકત ખરીદવામાં રસ દર્શાવ્યો છે. આને વર્ષનો સૌથી મોટો રિયલ એસ્ટેટ સોદો ગણાવવામાં આવી રહ્યો છે. આ વૈભવી બંગલાના ખાસ સ્થાન અને વારસા મહત્વને કારણે તેની કિંમત ૨૨૧ કરોડ પિયા નક્કી કરવામાં આવી છે. અહી 'લીલા બંગલા' વિશે વાત થઈ રહી છે, જે આર્ટ ડેકો શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ ૬બીએચકે મિલકતને આઈઆઈબી ગ્રેડ હેરિટેજ દરો મળ્યો છે. આથી ખરીદનાર તેમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરી શકશે નહીં. અહેવાલ મુજબ, આ બંગલો ગૌતમ નાણાવટી પરિવારનો હતો, જે મુંબઈની નાણાવટી મેકસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સંકળાયેલ છે. હવે, આ વૈભવી બંગલો મહેશ નોતનદાસ વેલર્સ ગ્રુપની કંપની નોતનદાસ રિયલ્ટી દ્રારા ખરીદવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ નોંધણી દસ્તાવેજો અનુસાર, આ સોદાની કિંમત આશરે રૂા.૨૨૧ કરોડ છે.