આર. સી. બૂકમાં નામ હોય એટલે વાહન અકસ્માતની વિમાની રકમ વ્યાજ તથા ખર્ચ સહીત ચૂકવવી પડે: કોર્ટ
પરબત રણમલ કંડોરિયા જેઓ જામનગર મુકામે રહે છે. તેઓએ પોતાની માલિકીની ગાડીને અકસ્માત સમયે રક્ષણ મળી રહે તે માટે રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વિમો મેળવેલ હતો. તે વિમાનાં સમયગાળા દરમ્યાન પરબતભાઈના ભાણેજ ગાડી લઈને ગયેલ હોય તે દરમ્યાન વાહનનું અકસ્માત થયેલ અને વાહનમાં ખુબ જ નુકશાન થયેલ, એટલે પરબતભાઈ દ્વારા વિમા કંપની સમક્ષ કલેઇમ મુકી રકમની માંગણી કરેલ હતી.
પરંતુ વિમા કંપની દ્વારા ગાડી વેચી નાખેલ હોય તેવા ખોટા કારણો ધરી અને કલેઈમની રકમ ચુકવવાનો ઇન્કાર કરેલ. જેથી પરબતભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને નોટીશ મોકલવામાં આવેલ પરંતુ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રકમ ચૂકવેલ નહી. જેથી નારાજ થઈ પરબતભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન જામનગર માં રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
જે ફરિયાદ ચાલી જતાં પરબતભાઈ ના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નેશનલ કમીશન, સ્ટેટ કમીશન ના ચુકાદા રજુ કરવામાં આવેલ અને ખોટી રીતે કલેઈમ રદ કરેલ છે તે સાબિત કરી આપેલ. જે ચુકાદા તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય એચ.એસ.દવે દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને આર.સી.બૂક માં નામ હોવા છતાં રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખોટી રીતે કલેઈમ રદ કરેલ છે.
જેથી રકમ ચુકવવાની જવાબદારી રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની ની થાય છે તેવું માની અને વિમાની રકમ રૂા. ૫૩૦૨૭૦ ની રકમ ૯% વ્યાજ સાથે તથા પાર્કિંગ ચાર્જના રૂા. ૩૫૦૦૦ તથા માનસિક દુઃખ ત્રાસ તથા ફરિયાદ ખર્ચ રૂા. ૫૦૦૦ સાથે સામાવાળા રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એ ફરિયાદી પરબતભાઈને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી પરબતભાઈ રણમલભાઈ કંડોરિયા તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech