આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક લઈને જઈ રહેલા દંપતિમાં મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર હિસ્ટ્રીશીટર રાજકોટની બેલડીને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લઇ રૂ.૨.૭૬ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
આટકોટમાં પાંચવડા રોડ પર કૈલાસનગરમાં રહેતાં ચેતનભાઇ પંડિતરાય પંચોલી અને તેમના પત્ની બીનાબેન વિરનગર મંડળીમા સહી કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આટકોટ ગોંડલ ચોકડી પાસેની વીરાજ હોટલ નજીક પહોંચતા નંબર પ્લેટ વગરની બાઇકમાં સવાર બે અજાણ્યા શખસો પૈકી એકએ હેલ્મેટ પહેર્યું હતું. બાઈક સવાર બેલડી દંપતીના બાઇકનો પીછો કરી પાછળ બેઠેલા મહિલાના ગળામાંથી રૂ.૬૦ હજારનો સોનાનો ચેઇન ઝોંટ મારી નાસી છૂટ્યા હતાં. આ બનાવ અંગે આધેડએ પોલીસમાં અજાણ્યા બે બાઇક સવાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન રૂરલ એલસીબીની ટીમને હ્યુમન અને ટેક્નિકલ સોર્સથી ચોક્કસ બાતમી મળી હતી કે, મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરનાર શખસો હિસ્તીશીટર વૃશાંત ઉર્ફે શ્યામ વિજય ધનેશા (રહે. નાણાવટી ચોક, રાજરાજેશ્ર્વરી સોસાયટી, રાજકોટ) અને નિસિત હિતેષભાઈ ચોકસી (રહે ગોપાલ ચોક ગુરૂજીનગર, રાજકોટ)ના છે જે શાપર વેરાવળ વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલએ ટીમ સાથે બંને શખ્સોને ઝડપી લઇ બાઈક, રોકડ સહીત કુલ રૂ.૨,૭૬,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓની પુછપરછ કરતા બન્ને શખ્સો અવાર નવાર ચીલ ઝડપના ગુન્હાઓમાં પકડાયેલ હોય અને ચિલઝડપ કરી નાશી જઇ સોનાના દાગીના વેચી નાખી પોતાના મોજ શોખ પુરા કરતા હોવાની કબુલાત આપેલ હતી.
પોલીસની વધુ તપાસમાં વૃષાંત સામે સાવરકુંડલા પોલીસ મથકમાં હત્યા, ચોરી તેમજ રાજકોટ, જામનગર, કેશોદ, સુરત સહિતના પોલીસ મથકમાં જુદા જુદા નવ ગુના તેમજ નિસિત વિરુદ્ધ અલગ અલગ ત્રણ ગુના નોંધાયેલ છે.
ચોટીલામાં પ્રૌઢાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરનાર રાજકોટની સમડી પકડાઈ
ચોટીલામાં રહેતાં મધુબેન મનહરભાઈ મકાણી ગત તા.1ના રામચોક પાસે જલારામ કિરાણા સ્ટોરેથી ઘર અનાજ કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે શાસ્ત્રીનગર સોસાયટી પાસે પહોચતા બાઇકમાં બે અજાણ્યા માણસો મોઢે કપડુ બાંધીને આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરી પ્રૌઢાએ ગળામાં પહેરેલા સોનાનો ચેઇનની ઝોંટ મારી પ્રૌઢાને ધક્કો મારી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવનાની રાહબરીમાં પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને ટીમએ તપાસ હાથ ધરતા એએસઆઈ વિજયભાઈ સોઢા, કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર, પોપટભાઈ ગમારાએ સંયુક્ત બાતમીના આધારે ચીલ ઝડપ કરનાર પ્રેમ વિનોદભાઈ કડેવાર (રહે.ભાવનગર રોડ કુબલીયાપરા શેરી નં.૦૫) અને સાવન જીતુભાઈ રાઠોડ (રહે-ભાવનગર રોડ કુબલીયાપરા શેરી નં.૦૫) ને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMઝડપથી શરૂ કરો, સતત રોકાણ કરો: નાની SIP થી પણ બની જશો કરોડપતિ, જાણો ફોર્મ્યુલા
June 09, 2025 08:06 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech