શહેરની હદમાં આવતી ચોકડીઓએ પોલીસ અને આરટીઓ વિભાગની નિષ્ક્રિયતાના કારણે જીવલેણ અકસ્માતના બનાવો વધી રહ્યા છે આ વચ્ચે હવે શહેરી વિસ્તારમાં પણ હિટ એન્ડ રનના બનાવમાં યુવકનું મોત નિપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
સાધુવાસવાણી મુખ્ય રોડ પર અજાણ્યા ટુ વ્હીકલે એક્ટિવાને ઠોકર મારતા એક્ટિવા ચાલક મવડીના આધેડનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. વાહન ચાલક બુલેટ જેવું વ્હીકલ લઈ નાશી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં રાજદીપ સોસાયટીમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં રાજેશભાઈ નરસીભાઇ બોરીચા(પરજીયા કુંભાર) (ઉ.વ.૫૦)ના આધેડ સાંજે સાડા સાતેક વાગ્યે એક્ટીવા હંકારીને સાધુ વાસવાણી રોડ પરથી જતા હતા ત્યારે રાજ પેલેસ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતા અજાણ્યો ટુ વ્હીલરએ એક્ટીવાને ઠોકર મારતા રાજેશભાઇ એક્ટિવા સમેત રોડ પર ફંગોળાતા ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે આસપાસના દુકાનદારો સહિતના દોડી ગયા હતા અને કોઇએ ૧૦૮ને જાણ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. અકસ્માતની જાણ પરિવારજનોને ફોન મારફતે કરવામાં આવતા હોસ્પિટલએ દોડી આવ્યા હતા પરંતુ ગંભીર ઇજા થવાથી આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક રાજેશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. કામ પૂરું કરી ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. પરિચિતના કહેવા મુજબ બુલેટ ચાલકે ઠોકરે મારી અકસ્માત સર્જ્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આધેડના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application