BREAKING NEWS

ફલ્લા પાસે હિટ એન્ડ રન : પ્રૌઢનું કરૂણ મૃત્યુ

  • November 04, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે, અને વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ફલ્લા નજીક બાઇક પર રસ્તો ઓળંગી રહેલા બુઝુર્ગ ને એક સ્કોર્પિયો કારના ચાલકે કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.


 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ રવાભાઇ બાલસરા નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાનું મોટરસાયકલ લઈને ગઈકાલે સવારે ૧૦.૦૦ વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ફલ્લા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.


 જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૨૫ બી.એમ ૬૦૪૦ નંબરની સ્કોર્પીઓ કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.


 જે અકસ્માતમાં બાઈક ચાલક પ્રભાતભાઈ બાલસરાને હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર ના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


 મૃતકના પુત્ર સુરેશ પ્રભાતભાઈ બાલાસરાએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કોન્સ્ટેબલ જી કે જાડેજા એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application