જામનગરના મહિલા કોર્પેારેટરના પુત્ર હિતેષ બાંભણીયા વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલ બે કરોડના ઈંગ્લીશ દાના ગુન્હામાં નાસતો–ફરતો હતો. જેને રાજકોટ રેન્જની ટીમે ચોટીલા પાસેથી ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી. આરોપી સામે અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ ૧૯ ગુન્હાઓ નોંધાઇ ચૂકયા છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય દ્રારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા–ફરતા રહેલ આરોપીઓને ઝડપી લેવા અપાયેલી સુચનાથી રેન્જ પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને ટીમ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતાં. દરમિયાન પીએસઆઇ સી.એમ.કાંટેલીયા અને ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દાના ગુનામાં નાસતા–ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં જામનગર) ને ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટલ પાસે જાહેર રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી થવા સા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી હિતેશ ઉર્ફે વાંગો અગાઉ અલગ–અલગ પોલીસ
સ્ટેશનોમાં કુલ ૧૬ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. જેમાં મર્ડરના ૨ ગુના, ખૂનની કોશિશના ૨ ગુના, ધાડ પાડવાની પ્રયાસનો ૧ ગુનો, મારામારીના ૫ ગુના, દાના ૪ ગુના અને છેડતી જેવા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪માં જામનગર પચં એ ડીવીઝન પોલીસ મથકે તેની સામે ખૂનની કોશિશનો અને વર્ષ ૨૦૨૩માં જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનાઓ નોંધાયા હતા.આરોપી જામનગરના વોર્ડ નં.૧૦ માં ભાજપના મહિલા કોર્પેારેટર મંજુબેન બાંભણીયાનો પુત્ર છે.
આ કામગીરીમાં પીએસઆઇ સી.એમ.કાટેલીયા, પી.સી.સરતેજા અને ટીમના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, નરેન્દ્રસિહ રાઠોડ, આશાબેન પટેલ તથા બલદેવસિહ વીરદી જોડાયેલ હતા