હીટ મેન રોહીત શર્મા પરીવાર સાથે ઉતર્યા જામનગર એરપોર્ટે
હીટ મેન રોહીત શર્મા પરીવાર સાથે ઉતર્યા જામનગર એરપોર્ટે
December 12, 2025 12:36 PM
ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી ફેવરીટ જોડી રો-કોના રોહીત શર્મા આજે પરીવાર સાથે જામનગરના વિમાની મથકે ઉતર્યા હતાં અને રિલાયન્સના વનતારા તરફ જવા રવાના થયા હતાં, પત્ની બે સંતાનો સાથે રોહીત જામનગર આવ્યા છે.
અગાઉ ઘણી વખત ખાસ કરીને આઇપીએલ ચાલું થાય ત્યારબાદ મુંબઇ ઇન્ડીયન્સ ટીમ સાથે રોહીત શર્મા જામનગર આવી ચૂકયા છે, રિલાયન્સમાં જઇને મહેમાનગતી માણી ચૂકયા છે.
વનતારા બન્યા બાદ બોલીવુડના સીતારા અને ક્રિકેટના સ્ટાર વધુ પ્રમાણમાં જામનગર આવતા થયા છે, હજુ થોડા દિવસ પહેલા જ બોલીવુડના અભિનેતાઓ-અભિનેત્રીઓ જામનગર આવ્યા હતાં.
ત્યારે આજે મુંબઇથી આવતી ફલાઇટમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રોહીત શર્મા, પત્ની રીતીકા અને પુત્રી-પુત્ર સાથે એરપોર્ટની બહાર નિકળ્યા હતાં, ટાઇટ સિકયુરીટી સાથે રિલાયન્સના વનતારા તરફ જવા રવાના થયા હતાં, હીટ મેનના ચાહકો માટે આ સમાચાર મહત્વના છે.