BREAKING NEWS

DG વિકાસ સહાયના હસ્તે હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ

  • December 04, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના આંગણે ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે ૨૧ વર્ષ પછી ફરી ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો સેરેમની કાર્યક્રમ સંદર્ભે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો તેઓને પોલીસ બેન્ડ સાથે ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી અપાયા બાદ પોલીસ હેડ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે હોકી ચેમ્પિયનશિપ સેરેમની કાર્યક્રમનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.


ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ કાર્યક્રમ સંદર્ભે આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્કિટ હાઉસ તેમજ પોલીસ હેડ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે આઇજીપી વિકાસ સહાયને સન્માનિત કરાયા બાદ સેરેમની કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


સૌરાષ્ટ્રના રાજકોટમાં પ્રથમવાર અને ગુજરાતમાં 21વર્ષ પછી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ સંદર્ભે આજે ૪ ડિસેમ્બરે રાજકોટના આંગણે હોકી સ્પર્ધામાં દેશભરના જુદા જુદા રાજ્યોની ૩૫થી વધુ પુરુષ અને મહિલા ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે જેમાં પેરા મિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે.


રાજકોટ શહેરમાં આગામી ૪ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી ૭૪મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું રાજકોટ શહેરના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામા આવ્યું છે જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં અલગ અલગ ૧૦ કમિટીની રચના

કરવામાં આવી છે.


રાજકોટમાં આ ટુર્નામેન્ટનું આયોજન થતાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ૧૦ કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે આ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરવા શહેર પોલીસ દ્વારા તૈયારીઓ છેલ્લા ૧૫ દિવસથી કરવામાં આવી હતી.


આજે ૪ ડિસેમ્બરના રોજ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯ વાગ્યે યોજવામાં આવતા પ્રમુખ સ્થાને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, યુવા આઇપીએસ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, ડીસીપી રાકેશ દેસાઈ ડીસીપી હેતલ પટેલ, જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


આ પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેતી દરેક ટીમ સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ટ્રોડક્શન પણ કરાયા બાદ હોકી ચેમ્પિયનશિપ કાર્યક્રમ ડીજી વિકાસ સહાયના વરદ હસ્તે પ્રારંભ કરાવ્યો હતો.



ક્લોઝિંગ સેરેમની આગામી 15 ડિસેમ્બર ના યોજાશે

રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ નું આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બાર દિવસ સુધી દેશભરમાંથી આવેલી ટીમો વચ્ચે મેચ યોજાશે જ્યારે તા. ૧૫ ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે ૪ વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application