BREAKING NEWS

કેનેડાને જવાબદાર ઠેરવી ટેરીફની ધમકી આપી

  • July 18, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાનને પાઠ ભણાવવા મથતું અમેરિકા કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. ગ્રેટ લેક્સથી રાજધાની વોશિંગ્ટન ડીસી સુધીના પૂર્વી અમેરિકાના ૧૫ રાજ્યના લોકો સતત ત્રીજા દિવસે વિનાશક હવામાનનો સામનો કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે જંગલમાં આગ લાગી છે.ને ધુમાડો સર્વત્ર ફેલાયેલો રહેતા જન જીવન પ્રભાવિત બન્યું છે. અમેરિકામાં શુક્રવારે ૬૮ આગના અહેવાલો મળ્યા. લાખો અમેરિકનો ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યા છે અને તેમને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.પૂર્વીય અમેરિકામાં બધે ધુમાડો છે, ત્યારે દક્ષિણ ભાગને પૂર અસર કરી રહ્યું છે. પશ્ચિમ અમેરિકામાં જ્વાળાઓ ઝડપથી ફેલાઈ રહી છે.અગ્નિશામકો આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અગ્નિશામક પ્રયાસ માટે ૧૭,૪૦૦ કર્મચારીઓ, ૧૪૦ હેલિકોપ્ટર અને લશ્કરના ચાર સી-૧૩૦ એર ટેન્કરની પણ જરૂર પડી છે.આ વર્ષે આગથી આશરે ૩૭ કરોડ એકર જમીન પ્રભાવિત થઈ છે. હવામાનશાસ્ત્રીઓ આ માટે આબોહવા પરિવર્તનને જવાબદાર માને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application