આજે ફાગણ સુદ પૂનમની રાતે સૌરાષ્ટ્ર ભરના શહેરોમાં મહોલ્લે મહોલ્લે તેમજ તમામ ગામોમાં હોલિકાદહનના કાર્યક્રમોના ધામધૂમથી આયોજન બાદ આવતીકાલે ફાગણ વદ પડવા (એકમ)ના દિવસે રંગોનો તહેવાર ધુળેટીની પણ ભારે ઉત્સાહક પૂર્ણ ઉજવણી થનાર છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્રભરમાં ચાર ચોક સહિતના સ્થળોએ છાણાં લાકડા વગેરે ગોઠવીને હુતાસણી એટલે કે હોલિકા દહનની પરંપરા છે, પરંતુ અનેક શહેરો અને ગામોમાં વિશિષ્ટ રીતે હોલિકા દહન મનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં જુનાગઢ ખાતે સૌપ્રથમ ગિરનાર અંબાજી મંદિર ખાતે હોળી પ્રાગટ્ય થાય ત્યાર પછી જ શહેરભરની હોળી મઓ પ્રગટતી હોય છે, આ ઉપરાંત જૂનાગઢમાં વ્યસન મુક્તિના પૈગામ સાથે વાલમ બાપાની ઠાઠડી કાઢવાની પરંપરા છે, આ ઉપરાંત ચોટીલા ડુંગર ખાતે ચામુંડા માતાજીના સાનિધ્યમાં પણ હોળી પ્રગટાવવામાં આવે છે, તેમજ દ્વારકા ખાતે ગોમતી નદીના કિનારે હોળી પ્રાગટ્ય કરાય છે.
જ્યારે વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા કાળભૈરવની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવીને હોળી પર્વ ઉજવવામાં આવે છે. જ્યારે જામનગરમાં 25 ફૂટ ઊંચી અને ગોંડલમાં 25000 છાણાની હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રાગટ્ય બાદ તમામ વિસ્તારના લોકો તાંબાના લોટામાં પાણી તેમજ શ્રીફળ સાથે હોલિકાની પ્રદક્ષિણા કરીને તેમાં ધાણી દાળિયા ખજૂર વગેરે પધરાવવાની પરંપરા છે. કારણે બજારોમાં ધાણી દાળીયા ખજૂરની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય છે.
રાજકોટમાં પણ સિંધી કોલોની, પરસાણા નગર ગાંધીગ્રામ કોઠારીયા કોલોની સહિતના વિસ્તારોમાં હોલિકાદહન ખૂબ જ આગવું મહત્વ છે. જ્યારે વેરાવળ ખાતે ભોઈ સમાજ દ્વારા શારદા સોસાયટી ખાતે ભૈરવ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવીને હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે, તેમાં સોમનાથ સહિતના આસપાસના ગામોમાંથી પણ લોકો દર્શનાર્થે પહોંચી જતા હોય છે. જ્યારે ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં દેવપરા ગ્રુપ દ્વારા ₹25,000 થી વધુ છાણાની ઊંચી હોડી પ્રગટાવવામાં આવે છે. તેમાં વૈદિક હવન સામગ્રી તેમજ ઔષધીઓ પણ પધરાવવામાં આવે છે. જૂનાગઢમાં સૌપ્રથમ ગિરનાર ઉપર અંબાજી મંદિર માતાજીની આરતી બાદ ઉતાસણી પ્રગટાવવામાં આવ્યા બાદ જ શહેરભરના તમામ વિસ્તારોમાં હોળી પ્રાગટ્યની પરંપરા છે. જૂનાગઢમાં દાતારના ડુંગર ઉપર પણ હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યારે જામનગરમાં પણ સમસ્ત ભોઈ સમાજ દ્વારા 25 ફૂટ જેટલી ઊંચી હોલિકા બનાવી તેનું દહન કરવાની પરંપરા છે. અમરેલીમાં નાગનાથ મંદિર ખાતે શહેરની સૌથી મોટી હોળીના દર્શન કરવા લોકો ઉમટી પડતા હોય છે.
આજે રાત્રે 11:30 સુધી ભદ્રા યોગ
સામાન્ય રીતે હુતાસણીના દિવસે દિવસ આથમ્યા બાદ હોળી પ્રાગટ્યની પરંપરા છે, તેમાં આજે સવારથી ફાગણ માસની પૂનમ શરૂ થાય છે, આજે સવારે 10:35 થી રાત્રિના 11:26 સુધી ભદ્રા યોગ પણ હોવાથી શાસ્ત્રીઓ આ દરમિયાન હોલિકા દહનનું મોત નહીં આપતા હોવાને કારણે અનેક સ્થળે બોડી રાત્રિના હોળી પ્રગટાવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech