Home Gardening: Your garden will not dry up even in 45°C heat, plant these 5 green plants in your courtyard in the month of June.
હોમ ગાર્ડનિંગ: ૪૫°C ગરમીમાં પણ સુકાશે નહીં તમારો બગીચો, જૂન મહિનામાં ઘર આંગણે વાવો આ ૫ લીલા શાકભાજી
જૂન મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આકાશ આંબી રહ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં છોડ સુકાઈ જવાનો ડર રહે છે, પરંતુ હોમ ગાર્ડનિંગના શોખીનો માટે નિરાશ થવાની જરૂર નથી. પ્રકૃતિમાં કેટલાક એવા શાકભાજી છે જે ૪૫ ડિગ્રી જેટલા ઊંચા તાપમાન અને આકરા તડકાને પણ આસાનીથી સહન કરી શકે છે અને ખૂબ જ ઝડપથી પાક આપે છે.તમારા કિચન ગાર્ડનને આ ઉ
મહિનાની ગરમી અને શરૂઆતી ચોમાસાની હળવી ભેજવાળી આબોહવા વેલાવાળા અને ઉનાળુ શાકભાજીના છોડના ઝડપી વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
૧. કાકડી (Cucumber)
ઉનાળા અને વરસાદની ઋતુમાં હાઇડ્રેશન પૂરું પાડતી કાકડીની માંગ બજારમાં સૌથી વધુ રહે છે.વાવવાની રીત: જૂન મહિનામાં કાકડીના બીજ કુંડામાં રોપવા માટેનો શ્રેષ્ઠ સમય છે.
વિકાસ:- આ છોડને જો પૂરતો તડકો અને નિયમિત પાણી આપવામાં આવે, તો માત્ર થોડા જ અઠવાડિયામાં વેલા પર કાકડીઓ આવવાની શરૂઆત થઈ જાય છે.
૨. ભીંડા
ભીંડા એ ઉનાળાનો રાજા ગણાતું શાકભાજી છે અને જૂન મહિનો તેની ખેતી માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે.
ખાસિયત: ગરમ હવામાન ભીંડાના છોડને ઝડપથી મોટો થવામાં મદદ કરે છે. નિયમિત પાણી અને સૂર્યપ્રકાશ આપવાથી આ છોડ ખૂબ જ ઝડપથી શાક આપવા માટે સજ્જ થઈ જાય છે.
૩. દૂધી
દૂધી એ એક વેલાવાળું શાકભાજી છે, જે આગામી ચોમાસાના વરસાદી પાણી અને ભેજની મદદથી ખૂબ જ ઝડપથી ફેલાય છે.
વાવવાની રીત
જૂનમાં તેના બીજ રોપવાથી પૂરતી ગરમી અને જમીનની નરમ ભેજને કારણે બીજનો અંકુરો ફૂટવાની પ્રક્રિયા ઝડપી બને છે. ટૂંક જ સમયમાં તેની વેલ આખા ગાર્ડનમાં ફેલાઈને મોટો પાક આપે છે.
૪. રીંગણ
તમારા ઘરના કિચન ગાર્ડન અથવા અગાશી પર કુંડામાં વાવવા માટે રીંગણનો છોડ એક સદાબહાર અને ઉત્તમ વિકલ્પ છે.
ફાયદો:- તેને જૂનની ગરમીમાં આસાનીથી રોપી શકાય છે. આ છોડની જો યોગ્ય નિયમિત ગોડ અને ખાતર આપીને સારસંભાળ રાખવામાં આવે, તો તે લાંબા સમય સુધી સતત રીંગણ આપતો રહે છે.
૫. તુરીયા
તુરીયા પણ ઓછી માવજત અને ભારે તડકામાં પુષ્કળ ઉત્પાદન આપતું લોકપ્રિય શાકભાજી છે.ખાસિયત: જૂનમાં તુરીયા વાવવાથી તે ગરમી સામે ટકી રહે છે. જો આ વેલાને ટેરેસ પર અથવા બગીચામાં એવી જગ્યાએ રાખવામાં આવે જ્યાં સીધો ભરપૂર તડકો આવતો હોય, તો તેમાં વધુ સંખ્યામાં શાકભાજી બેસે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application