ઓખા ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી: વૃક્ષારોપણ, મશાલ રેલી, દરિયા કિનારાની સફાઇ કરાઇ
ઓખા ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી: વૃક્ષારોપણ, મશાલ રેલી, દરિયા કિનારાની સફાઇ કરાઇ
December 08, 2025 12:58 PM
છઠી ડીસેમ્બરના રોજ ગુજરાત હોમગાર્ડના ૭૯મા સ્થાપના દિવસની રાજ્ય ભરમાં ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત દ્વારકા જીલ્લા કમાન્ડર સંદિપ ખેતીયાની સુચનાથી ઓખા હોમગાર્ડ ઓફિસર કૈશિક કાષ્ટા અને યુનીટના સભ્યો દ્વારા ઓખા ખાતે ખોડીયાર મંદિર નજીક વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મશાલ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ દરિયા કિનારા પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું