BREAKING NEWS

ખોડલધામના શરણે સરકાર! CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ

  • December 07, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા,  કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યા છે. ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમ મા ખોડલના દર્શન કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા ખોડલધામનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ બાદ હવે ભાજપ પણ ખોડલધામના આંગણે આવ્યો છે. થોડા દિવસ પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા છે.


મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ

આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા થે, જે કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો છે.


સન્માનિત થયેલા મહાનુભાવો

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.


ટ્રસ્ટના ચેરમેનના માર્ગદર્શન હેઠળ મોટી જનમેદની

આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. જેમાં ટ્રસ્ટીઓ, વિવિધ કન્વીનરો અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application