BREAKING NEWS

હોર્મુઝ સંકટ વધ્યું: આજે સાંજે ૭–૩૦ વાગ્યાથી થશે ઈરાની જહાજોની નાકાબંધી: અમેરિકાની જાહેરાત

  • April 13, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી છે કે તે ૧૩ એપ્રિલ (સોમવાર) ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ઈટાલીના બંદરોની નાકાબંધી શ કરશે. જે ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે છે. સેન્ટકોમે જણાવ્યું હતું કે આ નાકાબંધી ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અથવા જતા તમામ દેશોના જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. ઈરાન સાથેની વાટાઘાટો તૂટા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ નૌકાદળના નાકાબંધીની જાહેરાત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. રવિવારે શિપિંગ ઓછા સ્તરે ચાલુ રહ્યું હતું, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાહેરાત પછી હિલચાલ બધં થઈ ગઈ છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર્રપતિની ઘોષણા અનુસાર, તેના દળો ઈરાની બંદરોમાં પ્રવેશતા અને જતા તમામ દરિયાઈ ટ્રાફિક પર નાકાબંધી લાગુ કરવાનું શ કરશે. આ નાકાબંધી ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોનો ઉપયોગ  કરતા તમામ દેશોના જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે, જેમાં અરબી અખાત અને ઓમાનના અખાતના કિનારા પર સ્થિત સુવિધાઓનો સમાવેશ થાય છે. સેન્ટકોમે વધુમાં ઉમેયુ હતું કે તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે નેવિગેશનની સ્વતંત્રતાને અવરોધશે નહીં જે બિન–ઈરાની બંદરો તરફ અથવા ત્યાંથી પસાર થાય છે. વાણિિયક નાવિકોને ઓમાનના અખાત અને હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ કાર્યરત નોટિસ ટુ મરીનર્સના સત્તાવાર પ્રસારણ પર નજર રાખવા અને 'બ્રિજ–ટુ–બ્રિજ ચેનલ ૧૬' પર યુએસ નૌકાદળનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.
ક્રૂડ ઓઇલના ભાવ ૮ ટકા વધીને પ્રતિ બેરલ ૧૦૪.૨૪ ડોલર પર પહોંચી ગયા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતાની આશાઓને મોટો ફટકો પડો છે. ઈરાની બંદરો પર નૌકાદળના નાકાબંધી અંગે યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્રારા કરવામાં આવેલી જાહેરાત બાદ, ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર ઉછળ્યા છે. યુ.એસ.માં, ક્રૂડ ઓઇલના ભાવ ૮ ટકા વધીને પ્રતિ બેરલ ૧૦૪.૨૪ ડોલર પર પહોંચી ગયા છે. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૭ ટકા વધીને ૧૦૨.૨૯ ડોલર પર પહોંચી ગયો છે. યુએસ નાકાબંધી હેઠળ ઈરાની બંદરોને અસરકારક રીતે ઘેરી લેવામાં આવ્યા છે. આ ઈરાની નિકાસ અને ઓઇલ ટેન્કરોની અવરજવર માટે નોંધપાત્ર ખતરો છે, કારણ કે વૈશ્વિક સ્તરે વેપાર થતા તમામ તેલનો ૨૦ ટકા ભાગ આ જ પ્રદેશમાંથી પસાર થાય છે. પરિણામે, તેલના ભાવ ૧૦૦ ડોલરના આંકને વટાવી ગયા છે.
ટ્રમ્પ ફરીથી ઈરાન પર બોમ્બમારો કરવાનો આદેશ આપી શકે: રીપોર્ટ
અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્રારી વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, ટ્રમ્પ અને તેમના સલાહકારો હવે ઈરાન સામે લશ્કરી હત્પમલા ફરી શ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાદવાના વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગયાના થોડા કલાકો પછી જ આ પગલાં લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. બોમ્બ વિસ્ફોટોના અહેવાલોએ આંતરરાષ્ટ્ર્રીય બજારો અને ભૂ–રાજકીય કોરિડોરમાં ઉથલપાથલને વધુ તીવ્ર બનાવી દીધી છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પે ગઈકાલે લોરિડાના ડોરલ ખાતેના તેમના રિસોર્ટમાં તેમના સલાહકારો સાથે ચર્ચા કરી અને ફોકસ ન્યૂઝને એક ઇન્ટરવ્યુ આપ્યો. નિષ્ફળ વાટાઘાટોને પગલે, તેઓ ઈરાન પર દબાણ વધારવા માટે વિવિધ વિકલ્પો શોધી રહ્યા છે. કોઈપણ ક્ષણે વ્યૂહાત્મક ઈરાની લયો સામે હવાઈ હત્પમલા કરવા માટે યુ.એસ. સૈન્યને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application