BREAKING NEWS

જામનગર : દ્વારકાના વિકાસને ઝાંખપ લગાવતા મસમોટા ખાડાઓ

  • October 04, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાના મુખ્ય પ્રવેશમાર્ગ ગણાતા હાઇવે રોડ પર સનાતન સેવા પાસેથી ઇસ્કોન ગેટ થઇ રબારી ગેટ સુધીના સ્ટ્રેચમાં મોટા મોટા ખાડા ઉભા થતા દૈનિક આવન-જાવનમાં ભારે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. બે વ્હીલર સવારોનો સંતુલન બગડે, એમ્બ્યુલન્સ અને સરકારી બસોની ગતિ ધીમી પડે તેવી પરિસ્થિતિ જોવા મળે છે. વેપારીઓ કહે છે કે કીચડ અને પાણી ભરાયેલા ખાડાને કારણે ગ્રાહકો પણ કંટાળે છે.


વરસાદ પછી મોટા ખાડામાં પાણી ભરાઇને બ્લાઇન્ટ સ્પોટ બની ગયા છે. તેથી રાત્રે વધુ જોખમ રહે છે. ડિવાઇડર પાસેના ટ્રેક પર સતત ઝટકાથી વાહનો ડાબી તરફ વળી જાય તો ટકરાવાનો ભય રહે છે. પદયાત્રીઓ અને સ્કુલ બાળકો માટે રસ્તો પાર કરવો જોખમી બન્યો છે, અને પર્યટકો પર અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે.
​​​​​​​

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચોમાસામાં નુકસાન પામેલા માર્ગોના યુદ્ધના ધોરણે સમારકામ માટે સુચના આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૧૪૯ નગરપાલિકાઓ માટે ૧૦૭ કરોડની ગ્રાન્ટ તથા શહેરી ધારાસભ્યોને દીઠ ર કરોડના ખાસ પ્રાવધાનની જાહેરાત થઇ છે. ગુણવતાયુકત અને ટકાઉ કામ પર ભાર મુકાયો છે. છતાં દ્વારકાના આ હાઇવે સ્ટ્રેચ પર ઘ્યાન ન દેતા સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application