સહિત અનેક શહેરોમાં એપલ સ્ટોરની બહાર લોકોની ભીડ જોવા મળી હતી. સ્ટોર પર પહોંચેલા લોકોએ જણાવ્યું કે તેઓ નવા આઈફોન ૧૮ પ્રોને લઈને ખૂબ ઉત્સાહિત છે. ઘણા ગ્રાહકોએ અગાઉથી બુકિંગ કરાવ્યું છે. કંપની તરફથી તેમને ખરીદી માટે ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો છે. જોકે, કેટલાક લોકો કોઈ બુકિંગ વગર પણ સ્ટોર પર પહોંચ્યા છે અને નવો આઈફોન ખરીદવાની આશા રાખી રહ્યા છે. નોઈડાના ડીએલએફ મોલ સ્થિત એપલ સ્ટોર પર આઈફોન ૧૮ પ્રો અને આઈફોન ૧૮ પ્રો મેકસનું પ્રથમ વેચાણ શ થઈ ગયું છે. નવા ડિવાઇસ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટોર પર પહોંચ્યા હતા. દિલ્હીના સાકેત વિસ્તારમાં આવેલા સિલેકટ સીટીવોક મોલના એપલ સ્ટોરની બહાર પણ લોકો રાતભર ઊભા રહ્યા હતા. સવારે થતાં જ ભીડમાં વધારો થયો હતો. લાઈનમાં ઊભેલા ગ્રાહકે જણાવ્યું કે તેઓ આઈફોન ૧૮ પ્રો મેકસનું ૧ ટીબી વેરિઅન્ટ ખરીદવા આવ્યા છે. તેમણે અગાઉથી પ્રી–બુકિંગ કરાવ્યું છે અને હવે પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ હાલમાં આઈફોન ૧૭ પ્રોનો ઉપયોગ કરે છે અને નવા આઈફોન ૧૮ પ્રોને લઈને ખૂબ ઉત્સાહિત છે. તેઓ આ ફોન સૌથી પહેલાં વાપરનારા લોકોમાં સામેલ થવા માંગે છે. આઈફોન ૧૮ પ્રો અને આઈફોન ૧૮ પ્રો મેકસ બંને મોડલ બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને બરગંડી કલરમાં ઉપલબ્ધ છે. આઈફોન ૧૮ પ્રો સિરીઝના પ્રથમ વેચાણ દરમિયાન ગ્રાહકોને .૭,૦૦૦ સુધીની બેંક ઓફર મળી રહી છે. આ ઓફર માટે પસંદગીના બેંકના કાર્ડનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત ગ્રાહકોને નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે