જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે ભારતીય બનાવટનો માતબર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૪૨,૩૭,૯૯૮નો વિશાળ જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની ની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા ના માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની ૨,૯૧૭ બોટલ (કિંમત રૂ.૨૦,૧૭,૮૯૮), ૪,૯૮૬ ચપટા (કિંમત રૂ.૪,૯૮,૬૦૦), એક ટ્રક (કિંમત રૂ.૧૦ લાખ), એક બોલેરો પીકઅપ (કિંમત રૂ.૫ લાખ), ટ્રકમાં ભરેલો અંદાજે ૩૦ મેટ્રિક ટન બેન્ટોનાઇટ પાવડર (કિંમત રૂ.૨,૨૦,૫૦૦) તથા એક તાડપત્રી (કિંમત રૂ.૧,૦૦૦) સહિત કુલ રૂ.૪૨,૩૭,૯૯૮નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા (બંને રહે. મેઘપર આંબરડી, તા. જામજોધપુર) તેમજ ટ્રક નં. જી.જે-૩૮-ટી ૪૫૩૫ ના ચાલક સહિત તપાસમાં ખુલતા અન્ય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ