રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ૧૫ વર્ષની માસૂમ સગીરાને સોશિયલ મીડિયા (ઈન્સ્ટાગ્રામ)ના માધ્યમથી જાળમાં ફસાવી, છરીની અણીએ ૭ નરાધમો દ્વારા આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મની સભ્ય સમાજને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. આ અત્યંત ગંભીર અને શરમજનક કૃત્યના વિરોધમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન સખત શબ્દોમાં આક્રોશ વ્યકત કરે છે અને પીડિત બાળાને વહેલામાં વહેલો ન્યાય અપાવવા માટે મેદાને આવી છે. આ શરમજનક ઘટનાના વિરોધમાં અને કાયદા પ્રશાસન જાગે તે માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર આપલાણી દ્વારા એક બહુ મોટું એલાન કરવામાં આવ્યું છે. પ્રમુખ આયલાણીએ જાહેર કર્યું છે કે, જ્યાં સુધી આ માસૂમ બાળા પર અત્યાચાર કરનારા તમામ ૭ નરાધમોને કડકમાં કડક સજા નહીં થાય અને દીકરીને સંપૂર્ણ ન્યાય નહીં મળે, ત્યાં સુધી તેઓ એક ટંકના જમવાનો (અન્નનો) ત્યાગ કરશે. સંસ્થા દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને કલેકટરને સત્તાવાર આવેદનપત્ર મોકલીને કડક માંગણીઓ કરવામાં આવી છે. જે આ મુજબ છે, આ જઘન્ય ગુનામાં સામેલ તમામ ૭ આરોપીઓ સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ફાંસી જેવી દાખલારૂપ સજા કરવામાં આવે. સાયબર કાઈમ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર કડક મોનિટરિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ સગીરા આવી ગે-ગનો શિકાર ન બને. પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે કાયદાકીય, તબીબી અને માનસિક સહાય તેમજ પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે.હ્યુમન રાઈટ્સ ફેડરેશન આઇએનસી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે આ કળિયુગી માનસિકતા ધરાવતા ગુનેગારોને સમાજમાં ખુલ્લ । ફરવાનો કોઈ અધિકાર નથી. દીકરીઓની સુરક્ષા અને ગરિમા માટે અમારી સંસ્થા આ લડતને ન્યાય ન મળે ત્યાં સુધી ચાલુ રાખશે.