BREAKING NEWS

વિંછીયાના છાસીયા ગામે પતિએ પત્નીને ઢસડી બેફામ માર મારી બચકું ભરી લીધું

  • December 31, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિંછીયા તાલુકાના છાસિયા ગામે પત્નીએ બાળકને સુવડાવવા ગોદડું પાથરવાનું કહેતા જ પતિએ ઉશ્કેરાઈ પત્નીને ઢીકાપાટુનો માર મારી, ઓસરીના ઢસડી, સોટી વડે ફટકારી, હાથના ભાગે બટકું ભરી લીધું હતું. સસરાએ પુત્રવધુને બચાવવાના બદલે પરિણતાના માતા-પિતાને ગાળો ભાંડી હતી. જે મામલે પરિણીતાએ વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


બનાવ અંગે વિંછીયા તાલુકાના છાસિયા ગામની પરિણીતા કોમલબેન મહેશભાઇ જોગરાજીયા(ઉ.વ. ૨૦) એ વિંછીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ મહેશ જોગરાજીયા અને સસરા વિનુભાઈ જોગરાજીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.૩૦/૧૨/૨૦૨૫ ના રોજ તે તથા તેના પતિ મહેશ બન્ને આખો દિવસ કામ કરી સાંજના છ વાગ્યે દિવસ આથમતા ઘરે આવ્યા હતા. દિકરાને પેટ ભરાવી સુવડાવા માટે ખાટલામાં ગોદડુ પાથરવા પતિને કહેતા મારા પતિ એકદમ ઉશ્કેરાય જઈ કાંઈ બોલ્યા વગર માર મારવા લાગ્યો હતો. ઢીકાપાટુનો માર મારી ઓસરીમાં ઢસડી ગયેલ અને મકાનમાં રહેલ લાકડાની સોટી વડે હાથ-પગ અને પીઠના ભાગે મારમાર્યો હતો. ત્યારબાદ પતીએ ડાબા હાથે બટકુ ભરી લઇ સાવરણેથી મોઢાના ભાગે મારમાર્યો હતો.


ત્યારબાદ પતિએ કહેલ કે, મારે તું જોતી નથી, તું જતી રહે. દરમિયાન ત્યાં હાજર સસરા વિનુભાઈ પરિણીતાના માતા-પિતાને ગાળો આપતાં હતા. બાદ પતિએ પણ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. દરમિયાન મારા સાસુએ વચ્ચે પડી વધુ મારમાથી બચાવી હતી. બાદમાં પરિણીતાએ તેના માતવરને વાત કરતા અહીં આવી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. બનાવને પગલે પરિણીતાની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application