સરકાર દ્વારા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત વિવિધ યોજનાઓમાં અરજી હેતુ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ફળઝાડ પ્લાન્ટીંગ મટીરીયલ્સ, ઓછા ખેતી ખર્ચ વાળા ફળપાકો, ઘનિષ્ટ ખેતીથી વાવેતર કરેલ ફળપાકોના વાવેતરમા તથા કૃષી યાંત્રિકીકરણ, રક્ષીત ખેતી, કોલ્ડ સ્ટોરેજ, મૂલ્યવર્ધન એકમ, સંકલિત પેક હાઉસ, બાગાયતી પાક મૂલ્યવર્ધન માટે મહિલા વૃતિકા તાલીમ, નાની નર્સરી વિગેરેમાં આર્થિક સહાયનો લાભ લેવા માટે તા.૦૯ જૂન સુધી ખેડૂતો અરજી કરી શકશે. આ માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપરખેડૂતો અરજી કરી શકશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. અ-૨-૧૧, લાલપુર રોડ, જામ-ખંભાળીયાનો સંપર્ક કરવો તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.