ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૮ મે થી તા.૩૧ મે સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ ૂૂૂ.શસવયમીિ.ંલીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જેમાં લાભ લેવા માટે અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી ક્ધફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ (બીલ ફાઈલ) સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા, ભાવનગર ખાતે બિનચૂક જમા કરાવવાની રહેશે.
કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ અંતર્ગત મીની ટ્રેક્ટર (૨૦ ઙઝઘ સુધી), રોટાવેટર (મીની), કલ્ટીવેટર (મીની), ટ્રેલર (મીની), પાણીનું ટેન્કર (મીની),ના ઘટકોમાં સહાય તેમજ ચાલુ બાબતોમાં વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, હાઇબ્રીડ શાકભાજી પાકોના વાવેતર, દાંડી, કંદ અને છુટા ફૂલોના વાવેતર, મસાલા પાકોમાં, ઔષધીય અને સુગંધિત પાકોના વાવેતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકામાં, મિશન મધમાખી અંતર્ગત, પોલીહાઉસ અને નેટહાઉસમાં ઉગાડવામાં આવતા અતિ મુલ્યવાન ફળ, શાકભાજી અને હાઈ વેલ્યુ ફૂલ પાકોના પ્લાન્ટિંગ મટીરીયલ અને ખેતી ખર્ચમાં વગેરે જેવી સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે તેમજ અગાઉ તા. ૨૪-૪-૨૦૨૫ થી બાગાયતી પાકોની ખેતી માટે અને વિવિધ ઘટકોમાં સહાય માટે તા.૩૧-૫-૨૦૨૫ સુધીમાં અરજી કરી સહાયનો લાભ મેળવી શકાશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech