નાના મવા રોડ પાસે રહેતા યુવાનને મોટા મવા પાસે ત્રણ શખસોએ તારે અમારા ઘર પાસેથી નીકળવું નહીં અને બીજીવાર અહીંથી નીકળ્યો છે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. યુવાનને માથામાં પાઇપ મારતા યુવકનું માથું ફૂટી ગયું હતું. આ અંગે યુવાને ત્રણ શખસો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે રાજુ ઉર્ફે ડિમ્પલ ક્રિષ્નમુરારી યાદવે (ઉં વ ૩૪)(રહે નાના માવા રોડ, ગોવિંદ રત્ન બંગલાની સામે, આરએમસી ક્વાર્ટરમાં બ્લોક નંબર ૧૫૮૧, મૂળ વતન ગોપીયાપુર, ઉત્તર પ્રદેશ) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેનાભાઈ અને તેમના દીકરા અજય અને વિજયનું નામ આપ્યું છે. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. ૧૨/૧૧ ના રોજ રાતના નવ વાગ્યા આસપાસ તે મોટા મવા માસુમ સ્કૂલ પાસે આવેલ પાનની દુકાન પાસે ઉભો રહી ફાકી ખાતો હતો ત્યારે બેનાભાઈ અને તેમના દીકરા અજય અને વિજયે આવી કહ્યું કે, તારે અમારા ઘર પાસેથી નીકળવું નહીં આટલું કહી બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો ભાંડતા યુવકે ગાળો આપવાની ના પાડતા ત્રણેય ઉશ્કેરાઈને અજયના હાથમાં રહેલ પાઇપ યુવકના માથાના ભાગમાં મારતા માથું ફૂટી ગયું હતું. બેનાભાઈ અને વિજયે યુવકને પકડીને માર માર્યો હતો અને બીજી વાર આ બાજુથી નીકળ્યો છે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. યુવકનું માથું ફૂટી જતા જીવ બચાવવા ત્યાંથી દૂર હવેલી ચોક બાજુ ભાગી ગયો હતો. જ્યાં તેને તેનો મિત્ર પ્રકાશભાઈ મળતા ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે જઈ સારવાર કરાવ્યા બાદ ત્રણેય શખસો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application